મુંબઇ,
બોલિવૂડના પ્રિયંકા અને નિક વચ્ચેના રોયલ વેડિંગ જોધપુરના ઉમ્મેદ ભવન પેલેસમાં ચાલી રહ્યાં છે.શુક્રવારે જોધપુર પેલેસમાં પ્રિયંકા નિકની સંગીત સેરેનમી સંપન્ન થયા પછી હવે તેમના લગ્નની તૈયારીઓ ચાલી રહી છે.જો કે બંનેના લગ્ન ચોક્કસ ક્યા સમયે છે તેની પર અસંમજસ બની છે.કેટલાંક મીડીયા રિપોર્ટ પ્રમાણે પ્રિયંકા નિક આજે એટલે કે 1લી ડિસેમ્બરે શનિવારે સાંજે ખ્રિસ્તી વિધીથી લગ્ન કરી શકે છે અને 2 ડિસેમ્બરે હિંદુ વિધી પ્રમાણે લગ્ન કરી શકે છે.
જો કે અમુક મીડીયાના રિપોર્ટ પ્રમાણે પ્રિયંકા અને નિકના રવિવાર અને સોમવાર એમ બે દિવસ લગ્ન ચાલશે.મીડિયા અહેવાલોમાં અલગ-અલગ વાત આવી છે. ક્યાંક આજે કોકટેલ પાર્ટી હોવાની ચર્ચા છે ક્યાં તો ક્રિશ્ચિયન વેડિંગ. જો તેમને યાદ હોય તો પ્રિયંકા અને નિક તરફતથી લગ્નની અધિકૃત તારીખો જાહેર કરવામાં નથી આવી.
સોશિયલ મીડીયામાં વેડીંગ કાર્ડ વાઇરલ થયા પ્રમાણે 2 ડિસેમ્બરે પ્રિયંકા હિન્દુ રિવાજથી સાત ફેરા લેશે. આ કાર્ડમાં કપલના નામ સાથે લખાયેલ છે.
જો કે ક્રિશ્ચિયન વેડિંગ પર હજુ સુધી સસ્પેન્સ બર્કરાર છે. કેટલાક મીડિયા રિપોર્ટ્સ કહે છે કે ક્રિશ્ચિયન રિવાજ પ્રમાણે 1 ડિસેમ્બરે લગ્ન થશે. તો કંઇક કહે છે કે ક્રિશ્ચિયન વેડિંગ 3 ડિસેમ્બરે થશે. એવું પણ કહેવાય છે કે હિન્દુ અને ક્રિશ્ચિયન લગ્ન એક જ દિવસે થશે.
આમ પ્રિયંકા નિક ચોક્કસ ક્યારે લગ્ન કરવાના છે તેના વિશે છેક છેલ્લી ઘડી સુધી સસપેન્સ યથાવત રહ્યું હતું.