મુંબઈ
બોલીવુના મેગાસ્ટાર અમિતાભ બચ્ચનની ફિલ્મ ‘102 નોટ આઉટ’ ટ્રેલર રીલીઝ થઇ ચુક્યું છે ત્યારે શહેનશાહના ફ્રેન્સ આ ટીઝરને જોવા માટે ઘણા આતુર થઇ રહ્યા છે આ ફિલ્મમાં અમિતાભ અને રિશી કપૂર બંને સાથે જોવા મળશે.
તમને જણાવી દઈએ કે અમિતાભ બચ્ચનને તેમના ટ્વિટર એકાઉન્ટ પર આ ફિલ્મનું ટ્રેલર રીલીઝ કર્યું હતું અને તેમાં લખ્યું હતું કે જેને આ ફિલ્મનું ટ્રેલર જોવું હોય તે પહેલા આ ઈંડા પર ક્લિક કરો. ત્યારબાદ યૂઝર્સને ઈંડુ ફોડવાનું કહેવામાં આવ્યું હતું. ઘણા લોકોએ આ ઈંડું તોડવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ આ ઈંડું તૂટી નથી રહ્યું અને તેમાં માત્ર તિરાડ જ પડી રહી છે . અત્યાર સુધી ઘણા લોકોએ આ ઈંડું ફોડવાનો પ્રયાસ કરી ચૂકયા છે. માહિતી પ્રમાણે અઢીલાખ કરતા વધારે લોકોએ આ ઈંડુ તોડયું છે.
આ ફિલ્મમાં બીગબીને 102 વર્ષના વૃદ્ધની ભૂમિકા નિભાવી રહ્યા છે અને તેમના પુત્રના રૂપમાં રિશી કપુર જોવા મળી રહ્યા છે બચ્ચનના પુત્રનો રોલ પહેલા પરેશ રાવલને આપવામાં આવ્યો હતો. ત્યારબાદ આ જ રોલ માટે રિશી કપૂરની પસંદગી કરવામાં આવી હતી.આ ફિલ્મ ડાયરેક્ટ ઉમેશ શુક્લા કરી રહ્યા છે.