મુંબઇ,
પ્રિયંકા ચોપરા અને નિક જોનસના લગ્ન આ સમયે ચર્ચમાં છવાયેલા છે. જેમ જેમ લગ્નની તારીખ નજીક આવી રહી છે, તેમ તેમ તેની નાની-નાની વિગતો પણ સામે આવી રહી છે. હવે પ્રિયંકા ચોપરાના ડ્રેસને લઈને અપડેટ્સ સામે આવ્યા છે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે પ્રિયંકાએ હિન્દુ રિવાજથી થનારા લગ્ન માટે ડિઝાઇનર સંદીપ ખોસલા અને અબુ જાનીને પસંદ કર્યા છે. સંગીત અને લગ્નમાં ભારતીય લૂકમાં પ્રિયંકા જોવા મળવાની છે.
આ અગાઉ પ્રિયંકાએ તેની રોકા સેરેમની પર જે પીળા રંગની કુર્તા-સલાવર પહેર્યા હતા તેને પણ અબુ જાની અને સંદીપ ખોસલાએ ડીઝાઇન કર્યા હતા. લગ્નના માટે, પ્રિયંકાએ 6 ઓક્ટોબરે ડિઝાઇનરો સાથે મીટિંગ કરી હતી.
લગ્નના સંપૂર્ણ વાર્ડરોબની વાત કરીએ તો તેમાં મનિષ મલ્હોત્રા, સબ્યાસાચી મુખર્જી જેવા એ લિસ્ટર ડ્રેસ ડિઝાઇનર્સનો સમાવેશ થઈ શકે છે.