જોધપુર
જોધપુર સેન્ટ્રલ જેલમાં બંધ કેદી નંબર ૧૦૬ એટલે કે સલમાન ખાને પોતાની સજાની પ્રથમ રાત જેમ તેમ કરીને પસાર કરી છે. જાકે તેની જામીન અરજી પર આજે પણ સુનાવણી ન થઈ શક્તા વધુ એક રાત સલમાને જેલમાં પસાર કરવી પડશે. સલમાન ખાનની જામીન અરજી પર જાધપુર સેશન્સ કોર્ટ પોતાનો ચુકાદો આવતીકાલે સવારે ૧0:૩0 કલાકે સંભળાવશે. આજે હાથ ધરવામાં આવેલ જામીન અરજીની સુનાવણી દરમિયાન લગભગ દોઢ કલાક સુધી સામસામે દલીલ ચાલી હતી.
જસ્ટીસ રવિન્દ્રકુમાર જાશીએ સલમાન ખાનના વકિલની તમામ દલીલો સાંભળી છે. તેમજ પોતાનો ચુકાદો આવતીકાલ પર મુલત્વી રાખ્યો છે. સલમાનના વકિલે સેશન્સ કોર્ટમાં જણાવ્યુ હતું કે, સલમાન ખાનને સજા ચોક્કસ મળી છે પરંતુ તેના કેસમાં અનેક કડીઓ શંકાસ્પદ છે. જેથી સલમાન ખાનને એ શંકાનો લાભ મળવો જાઈએ.
સલમાન ખાનના વકિલ મહેશ બોડાએ કોર્ટમાં દાવો કર્યો હતો કે તેમને ફોન પર ધમકી મળી રહી છે. તેમ છતા તેઓ સલમાન ખાનનો કેસ લડી રહ્યા છે. સુનાવણી દરમિયાન બિશ્નોઈ સમાજના લોકો કોર્ટ બહાર એકઠા થયા હતા. તેમજ તેમણે સલમાન ખાન વિરુદ્ધ નારેબાજી કરી હતી. મહત્વનુ છે કે, જાધપુર કોર્ટે કાળા હરણ શિકાર કેસમાં સલમાન ખાનને ૫ વર્ષની જેલ અને ૧૦ હજારનો દંડ ફટકાર્યો છે. સલમાન ખાનને જાધપુર સેન્ટ્રલ જેલમાં રાખવામાં આવ્યો છે.