મુંબઈ
ટીવી શો “નઝર”માં ડાયનનો રોલ કરી રહેલ ભોજપુરી અભિનેત્રી મોનાલિસાએ જણાવ્યું હતું કે, તે ઘણા સમયથી ટીવી પર નેગેટીવ ભૂમિકા ભજવવાની તક મળવાની રાહ જોઈ રહી હતી.
જ્યારે પૂછવામાં આવ્યું કે શું તે ડાયનની ભૂમિકા કરવા માટે કેમ હા પાડી? મોનાલિસાએ જવાબ આપ્યો કે, “આ સીરીયલનો વિષય ખૂબ સારો અને રોમાંચક લગ્યો. જે બીજી દુનિયાના લોકો વિશે જણાવે છે અને દેખાડે છે કે આવી શક્તિઓ આપણા જીવન પર કેવી અસર પડે છે.”
મોનાલિસાએ કહ્યું, “મેં પહેલાં આવા શોમાં ક્યારેય કામ કર્યું નથી અને એક અભિનેત્રી તરીકે હું આ પ્રોજેક્ટ સાથે જોડાઈને ખૂબ ખુશ છું.”
સ્ટાર પ્લસ પર ઓને એયર થનાર આ નવા ટીવી શો વિશે મોનાલિસાએ પણ કહ્યું હતું કે, “આ સીરીયલમાં મારી ભૂમિકા એક ડાયનની છે અને તે પહેલાં મેં ક્યારેય આવા પાત્ર ભજવ્યા નથી. હું ઘણા દિવસોથી નેગેટીવ રોલ કરવા માંગતી હતી અને ‘નઝર’ મને આ તક આપી. તે માટે આભાર.
‘બિગ બોસ 10‘માં ભાગ લેનારા મોનાલિસાનું રિયલ નામ અંતરા વિશ્વાસ છે. મોનાલિસા એ ભોજપુરી ઇન્ડસ્ટ્રીઝની જાણીતી અભિનેત્રી છે.’