મુંબઇ,
બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણને લગ્ન પછી એક મોટી જવાબદારી મળી ગઈ છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ દીપિકાને મુંબઈ એકેડેમી ઓફ મુવિંગ ઇમેજ (મામી)ના ચેરમેન પસંદ કરવામાં આવી છે. જણાવી દઈએ કે મામી દર વર્ષે દેશમાં પ્રખ્યાત મુંબઇ ફિલ્મ ફેસ્ટીવલનું આયોજન કરાવે છે.દીપિકા પહેલા આ પદ પર આમીર ખાનની પત્ની કિરણ રાવ હતી. કિરણ 4 વર્ષો સુધી આ જવાબદારી સંભાળી હતી.
દીપિકાએ આ સિદ્ધિ પ્રાપ્ત કર્યા પછી, એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, ખૂબ જ મોટી જવાબદારી મળવાની સાથે સાથે મારા માટે ખુબ જ ગર્વની વાત છે. હું મામીના વિઝન પર ભરોસા કરું છું અને ભારત જેવા કે સિનેમાપ્રેમી દેશમાં એક એવું જૂથ બનાવવાની કોશિશ રહેશે જે ફિલ્મ જગતને એક ભેંટ રહશે.
કિરણ રાવે દીપિકાને નવી જવાબદારી મળવા પર તેની શુભેચ્છાઓ આપી છે. કિરણે કહ્યું કે, આ મારું સૌભાગ્ય રહ્યું છે કે મે મામીની કોર ટીમ સાથે જોડાઈને તેમાં યોગદાન આપ્યું અને ચાર વર્ષો સુધી આ પદ પર રહ્યા પછી મે દીપિકાને ચેયપર્સન નિયુક્ત થવા પર સ્વાગત કૃ છું.
આપને જણાવી દઈએ કે મામી ના બીજા સભ્યોમાં નીતા અંબાણી, ઇશા અંબાણી, રોહન સિપ્પી,જોયા અખ્તર, કારણ જોહર અને વિક્રમાદિત્ય મોટવાનીના નામનો સમાવેશ છે.