મુંબઇ,
બોલિવૂડની ગ્લેમરસ અભિનેત્રી દિપીકાએ 33મો જન્મદિવસ એક સરપ્રાઈઝ સાથે ઉજવ્યો હતો. દિપીકાએ બર્થ-ડેના દિવસે જ પોતાના ફેન્સ અને ફોલોઅર્સ માટે એક સ્પેશિયલ સરપ્રાઈઝ પણ આપી. ઇન્સ્ટાગ્રામ પર આ સરપ્રાઈઝની જાણ કરતા તેણે દુનિયા સામે પોતાની વેબસાઈટ – www.deepikapadukone.com શરૂ કરી હતી.દિપીકાએ તેની કરિયર શરૂ કરી એ પછી 10 વર્ષ પછી પોતાનું પોર્ટલ લોન્ચ કર્યું હતું.
જો કે વેબસાઈટની જાહેરાત થયાની થોડી જ વારમાં ફેન્સનો સાઈટ પર ટ્રાફિક વધી જતા સાઈટ ક્રેશ થઇ ગઈ અને સર્વર પણ ઠપ્પ થઇ ગઇ હતી.
https://twitter.com/deepikapadukone/status/1081503188598095872
દિપીકાએ તેની વેબસાઈટનું ઓપનિંગ ઇન્સ્ટાગ્રામ પર કર્યું હતું.દિપીકાના ઇન્સ્ટાગ્રામ પર 30 મિલિયન કરતા વધુ ફોલોઅર્સ છે અને તેણે જયારે વેબસાઈટની જાહેરાત કરી એ પછી 13 લાખ જેટલી લાઈક મળી હતી.આમાના.લાખો ચાહકોએ દિપીકાની વેબસાઈટ પર લોગઈન કર્યું હોય તો પણ સાઇટનું ક્રેશ થવું સ્વાભાવિક છે.
દિપીકાના ટ્વિટર પર 2.5 કરોડથી વધુ અને ફેસબુક પર 3.40 કરોડથી વધુ ફેન્સ છે.હવે જો આમાના 25 ટકા ફેન્સએ પણ વેબસાઇટ પર લોગઈન કર્યું હોય તો પણ સાઇટ ક્રેશ થઈ શકે છે.
જો કે સાઇટ ક્રેશ થયા પછી તેને મેન્ટેન કરવા વાળાઓએ તુરંત તેની બેન્ડવિથ વધારી દેતા તે પાછી નોર્મલ થઈ ગઈ હતી. હાલ www.deepikapadukone.com યોગ્ય રીતે ચાલી રહી છે.આ સાઇટ પર તમને દિપીકાની ફિલ્મોગ્રાફીથી લઇને તેની વ્યક્તગત જીવનની માહીતી ઓ મળી શકે છે.