બોલીવુડની લેડી સુપરસ્ટાર દીપિકા પાદુકોણ હાલ તેની આવનારી ફિલ્મ ‘છપાક’ ના પ્રમોશનને લઈને વ્યસ્ત છે. આ જ દરમિયાન દીપિકાએ ગુજરાતી અભિનેત્રી શ્રદ્ધા ડાંગરની સાથે મુલાકાત કરી હતી.
દીપિકા પાદુકોણે પોતાના ઇનસ્ટાગ્રામ પર શ્રદ્ધા સાથેનો ફોટો પોસ્ટ કર્યો હતો અને સાથે કેપ્શનમાં લખ્યું હતું કે “વાઇટ ઢોકલા નોટ યલ્લો…”
આ મુલાકાત અંગે વાત કરતા શ્રદ્ધાએ કહ્યું કે, મારા માટે ફિલ્મ લાઇનમાં જવું ઘણું અઘરું હતું. હું જ્યારે પહેલી વખત ઓડિશન આપવા ગઇ હતી ત્યારે ખુબ ડરી ગઇ હતી. તે બાદ મે દીપિકાના “ઓમ શાંતિ ઓમ” ના ઓડિશન જોયા. જેમાંથી હું ઘણું જ શીખી.
હવે વાત ફિલ્મોની કરીએ તો દીપિકા જલદી જ મેઘના ગુલઝારની ફિલ્મ ‘છપાક’માં જોવા મળશે. જે એસિડ અટેકસર્વાઇવર લક્ષ્મીના જીવન પર આધારિત છે. તે ઉપરાંત કબીર ખાનની ’83’ માં પણ જોવા મળશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.