મુંબઇ,
મુંબઈની ગ્રાન્ડ હયાત હોટલમાં દીપિકા પાદુકોણ અને રણવીર સિંહના લગ્નની રિસેપ્શન પાર્ટી રાખવામાં આવી હતી.આ પાર્ટીમાં રણવીર-દીપિકાએ તેના નિકટના મિત્રો, પરિવારના સભ્યો અને કેટલાક ખાસ મીડિયા પર્સનને આમંત્રણ આપવામાં આવ્યું હતું. દીપિકા રણવીરે પાર્ટીમાં ધમાકેદાર એન્ટ્રી કરી હતી. તેઓ બંને તેમના પરિવારના સભ્યો સાથે પણ જોવા મળ્યા હતા..
દીપવીરની રિસેપ્શન પાર્ટીમાં સૌથી પહેલા અંજૂ ભવનાની જોવા મળ્યા હતા. અગાવની પાર્ટીની જેમ આ પાર્ટીમાં પણ તેઓએ બ્લેક કલરનું આઉટફીટ પહેર્યું હતું. આ ડ્રેસ રોહિત બલ દ્રારા ડીઝાઇન કરવામાં આવ્યો છે.
આ દરમિયાન રિસેપ્શન વેન્યુના ઘણા ફોટા અને વીડીયો સામે આવ્યા હતા અને ઝડપથી સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગ્યા. આ તસ્વીરોમાં જોઈ શકાય છે કે કેટલું સુંદર ડેકોરેશન કરવામાં આવ્યું છે.
પહેલી રિસેપ્શન પાર્ટી આપી હતી દીપિકામાં માતા-પિતાએ…
બંનેના લગ્ન ઇટાલીના લેક કોમોમાં 14-15 નવેમ્બરના રોજ થયાં હતાં. લગ્ન પછી, દીપિકાના માતા-પિતાએ બેંગલુરુમાં નજીકના સંબંધીઓ માટે રિસેપ્શન પાર્ટી આપી હતી. જેમાં સ્પોર્ટ જગત, બિઝનેશમેન અને ટોલીવુડના સેલિબ્રિટી સામેલ હતા.
અહીં જુઓ મુંબઈમાં થયેલ રિસેપ્શન પાર્ટીના વીડીયો અને ફોટ…