મુંબઇ,
દીપિકા પાદુકોણે લંડનના મેડમ તુસાદ મ્યુઝિયમમાં પોતાના મીણના પૂતળાને ખૂલ્લુ મૂક્યું હતું. આજનો દિવસ તેના માટે મોટો દિવસ હતો. તેના પૂતળાના ઉદ્ધાટનની સાથે જ તે અમેરિકન વેગ મેગેઝિનના કવરપેજ પર પણ ચમકી છે. જેમાં તેની સાથે એવેન્જર સ્ટાર સ્કાર્લેટ જ્હોન્સ અને કોરિયન એકટ્રેસ દૂના બૂન પણ છે.
દીપિકાનું પૂતળું બનાવવાની જાહેરાત ગત વર્ષે કરવામાં આવી હતી. હવે જ્યારે તેના પૂતળાનું ઉદ્ધાટન થયું ત્યારે આ ક્ષણ દીપિકા માટે ખાસ બની ગઈ હતી. તેણે કહ્યું કે તે જ્યારે નાની હતી ત્યારે તેણે માતા પિતા સાથે આ મ્યુઝિયમની મુલાકાત લીધી હતી અને હવે અહીં તે પોતાનું સ્ટેચ્યૂ જોઈ રહી છે.
દીપિકાના મીણના સ્ટેચ્યૂને જોઈને અવનવા પ્રતિભાવ મળી રહ્યા છે લોકોને આ પૂતળું ખૂબ પસંદ આવ્યું છે. ત્યારે તેના પતિ રણવીરે કહ્યું હતું કે આ પૂતળાને જોઈને તેને ઘરે લઇ જવાની ઇચ્છા થાય છે.