Not Set/ #DeepVeerKiShaadi : આ કોન્ડોમ બ્રાન્ડે આપ્યા બોલ્ડ અંદાજમાં અભિનંદન

નવા પરણેલા સેલિબ્રિટીને બોલ્ડ પ્રતિભાવ આપવાની પોતાની પરંપરાને જાળવી રાખતા કોન્ડોમ બનાવતી કંપની ડ્યૂરેક્સએ રણવીર સિંહ અને દીપિકા પાદુકોણને પણ તેમના લગ્ન પર અભિનંદન આપતો એકદમ બોલ્ડ મેસેજ કર્યો હતો. આ મેસેજમાં લખવામાં આવ્યું હતું કે, અમે તમને આવરી લીધા છે, અધિકારીક રીતે એના પર રિંગ મુકવા બદલ અભિનંદન દીપિકા અને રણવીર. https://twitter.com/DurexIndia/status/1062656595916664832 જણાવી દઈએ કે, રણવીર […]

Top Stories Entertainment
deepika ranveer story 647 011018061419 1 #DeepVeerKiShaadi : આ કોન્ડોમ બ્રાન્ડે આપ્યા બોલ્ડ અંદાજમાં અભિનંદન

નવા પરણેલા સેલિબ્રિટીને બોલ્ડ પ્રતિભાવ આપવાની પોતાની પરંપરાને જાળવી રાખતા કોન્ડોમ બનાવતી કંપની ડ્યૂરેક્સએ રણવીર સિંહ અને દીપિકા પાદુકોણને પણ તેમના લગ્ન પર અભિનંદન આપતો એકદમ બોલ્ડ મેસેજ કર્યો હતો. આ મેસેજમાં લખવામાં આવ્યું હતું કે, અમે તમને આવરી લીધા છે, અધિકારીક રીતે એના પર રિંગ મુકવા બદલ અભિનંદન દીપિકા અને રણવીર.

https://twitter.com/DurexIndia/status/1062656595916664832

જણાવી દઈએ કે, રણવીર સિંહ ડ્યૂરેક્સ કંપનીનો બ્રાન્ડ એમ્બેસેડર છે. રણવીર બોલિવૂડનો પહેલો એવો અભિનેતા છે જે કોન્ડોમ કંપનીનો બ્રાન્ડ એમ્બેસેડર છે. આ પહેલા પણ વિરાટ-અનુષ્કાના લગ્ન સમયે અને સોનમ કપૂર – આનંદ આહુજાના લગ્ન સમયે પણ ડ્યૂરેક્સ દ્વારા એકદમ બોલ્ડ મેસેજ કરવામાં આવ્યો હતો.

અમુલ દ્વારા પણ રણવીર-દીપિકાના લગ્નને લઈને ડૂડલ શેર કરવામાં આવ્યું હતું. જેમાં રણવીર અને દીપિકા એકબીજાને બટર ટોસ્ટ ખવરાવતા નજરે ચડે છે.

જણાવી દઈએ કે, રણવીર સિંહ અને દીપિકા પાદુકોણના લગ્ન ઇટાલી ખાતે થયા છે. જેમાં ફક્ત 40 લોકોને જ આમંત્રણ આપવામાં આવ્યું છે.