મુંબઈ
ટીવી પડદા પર લગભગ 5 વર્ષ સુધી દર્શકોને મનોરંજન આપ્યા બાદ દિવ્યાંકા ત્રિપાઠીનો આ શો ઓક્ટોબર મહિનાથી બંધ થવા જઈ રહ્યો છે. રિપોર્ટ્સ મુજબ શોના ફીનાલેની ભવ્ય રીતે શૂટિંગ ચાલી રહી છે.
જાણકારી મુજબ મેકર્સ આ એપિસોડના શુટિંગ માટે વિદેશ પણ જઈ શકે છે. આ કારણે શોને બંધ કરવાનો નિર્ણય લેવાયો કેટલાક સમયે પહેલા આવેલા ટ્વિસ્ટ બાદ યુઝર્સે ઈન્ટરનેટ પર દિવ્યાંકાને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું હતું. આ બાદ શોની રેટિંગ ડાઉન થઈ અને ઘણા પ્રયાસો બાદ પણ શો ટીઆરપી મામલે જંપ ન લઈ શક્યો.
આપને જણાવી દઈએ કે એકતા કપૂરનો આ શો મંજૂ કપૂરના ઉપન્યાસ કસ્ટડી પર આધારિત હતો. ટીઆરપી મામલે આ શોએ ઘણા નવા રેકોર્ડ્સ બનાવ્યા. ટીઆરપી મામલે શોએ તોડ્યા ઘણા રેકોર્ડ્સ એકતાના આ શો ઉપરાંત નાગિન-3, કુમકુમ ભાગ્ય અને કુંડલી ભાગ્ય ટીઆરપી મામલે સૌથી સારું પ્રદર્શન કરી રહ્યા છે.
શોની સ્ટોરીની વાત કરીએ તો આ એક તમિલ ડેન્ટિસ્ટ ઈશિતા અય્યર અને એક પંજાબી સીઈઓ રમણ ભલ્લાની લવ સ્ટોરી છે. રમણની દીકરી રૂહી સાથે ઈશિતાનો પ્રેમ બંનેને નિકટ લાવે છે. ઈશિતા રમન સાથે લગ્ન કરી લે છે કારણ કે તે રૂહીને રમણની એક્સ વાઈફ શગુનથી બચાવવા ઈચ્છતી હોય છે.”