મુંબઈ
તનુશ્રી દત્તા–
નાના પાટેકર વિવાદ સનસનીખેજ થઈ રહ્યો છે. બન્ને વચ્ચેનો મામલો હવે રાજકીય અને કાયદાકીય લડાઈ સુધી પહોંચી ચુક્યો છે. આગામી ફિલ્મ
‘નમસ્તે ઈંગ્લેન્ડ’ના કારણે ચર્ચામાં રહેલ અભિનેતા
અર્જુન કપૂરે પણ હવે આ મામલે પોતાનુ નિવેદન આપ્યુ છે.
એક પ્રશ્નના જવાબમાં
અર્જુન કપૂરે જણાવ્યુ કે, મારી બે બહેનો ઈન્ડસ્ટ્રીમાં છે. બે બહેનો અન્ય જગ્યાએ કામ કરી રહી છે. હું ઈચ્છુ છું કે દરેક મહિલા સુરક્ષિત અનુભવે. આવુ બધી જગ્યાએ થાય છે. આ કડવુ સત્ય છે, પરંતુ કોઈ એક વ્યક્તિ સાહસ કરવુ પડશે અને આની સામે અવાજ ઉઠાવવો પડશે. આપણે એ સમજવુ પડશે કે પહેલા સાંભળવુ જરુરી છે.
અભિનેતાએ જણાવ્યુ કે, આ એક મોટી સમસ્યા છે કે પીડિતને ક્યારેક જ સાંભળવામાં આવે છે. એક છોકરી (તનુશ્રી)એ એવી વસ્તુ વિશે વાત કરી છે જે કેટલી ભયાનક છે. કોઈ નિર્ણય પર પહોંચતા પહેલા તેને સાંભળવુ જાઈએ. સાથે જ અર્જુને એ પણ માન્યુ કે યૌન શોષણનો મુદ્દો વ્યાપક છે. પીડિતોના પક્ષને સમજવા માટે ગંભીરતાની જરુર છે. મહત્વનુ છે કે, અર્જુન કપૂરની બે બહેનો સોનમ કપૂર અને જ્હાન્વી કપૂર ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં અભિનેત્રી તરીકે છે. જ્યારે અંશુલા અને ખુશી બોલીવુડનો ભાગ નથી.