અક્ષય કુમાર ફરી એકવાર આ 15 ઓગસ્ટ પર ફિલ્મ ગોલ્ડ દ્વારા દર્શકોમાં દેશ-પ્રેમની ભાવના નવી જ ઉંચાઈ પર લઇ જવાની કોશિશમાં છે. ફિલ્મ ગોલ્ડનું ટ્રેલર રિલીઝ થઇ ચુક્યું છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર આઝાદ ભારતની ઓલિમ્પિક જીતનું સપનું જોતા નજરે ચડે છે.
ગોલ્ડના ટ્રેલરમાં અક્ષય કુમાર, આસીસ્ટન્ટ મેનેજર તપન દાસની જીંદગી મોટા પરદા પર જીવંત કરતા દેખાય છે. ટ્રેલરમાં ભારતની રાષ્ટ્રીય રમત કહેવાતી હોકીના સુવર્ણ કાળને દર્શાવાયો છે. તપન દાસનું કિરદાર, આઝાદ ભારતની ઓલિમ્પિકમાં જીત મેળવવાનું સપનું જોવે છે. પરંતુ આ સપનું સાકાર કરવાનું કામ સરળ નથી હોતું. આઝાદી બાદ આ શખ્શનો સાચો સંઘર્ષ શરુ થાય છે.
ફિલ્મ ગોલ્ડમાં અક્ષય કુમાર સાથે નાગિન સીરીયલ ફેમ અભિનેત્રી મૌની રોય પણ નજર આવી રહી છે. ટ્રેલરમાં મૌની દમદાર કિરદારમાં દેખાયછે.