મુંબઇ,
ગેમ ઓફ થ્રોન્સ એક્ટર અને પ્રિયંકા ચોપરાની જેઠાની સોફી ટર્નરે નિક અને પ્રિયંકાની મહેંદીની રસ્મમાં અનીતા ડોગરાની ડિઝાઇન કરેલ ગ્રીન રંગની ચોલી પહેરી હતી. આ પછી ફરી એકવાર સોફિનો ભારતીય વીયર માટે પ્રેમ જોવા મળ્યો. નિક અને પ્રિયંકાની સેરેમેનીમાં સોફીએ અબુ જાની અને સંદીપ ખોસલા દ્વારા ડિઝાઇન કરવામાં આવેલ લાલ રંગની ચોલી પહેરી હતી.
ડિઝાઇનરોએ સોફીનો ડાન્સ કરતા એક ફોટો સોશિઅલ મીડિયા પર પોસ્ટ કર્ત્તા કેપ્શન આપ્યું કે સોફિને સારા મુવ્સ ડાન્સ આવડે છે અને તેઓ તેમના ડાન્સથી લોકોના દિલ જીતી લીધા છે.