Not Set/ બોલીવૂડ/ હેમા માલિનીએ ટ્વીટ કરી કહ્યું- ક્રિટીકલ કંડીશનમાં છે લતા મંગેશકર, સારા સ્વાસ્થ્ય માટે કરી પ્રાર્થના

પ્રખ્યાત સિંગર લતા મંગેશકરની આજકાલ તબિયત ખરાબ ચાલી રહી છે. સોમવારે સવારે વાયરલ ઇન્ફેકશનને કારણે તેમને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. રિપોર્ટ અનુસાર, તેમની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે અને તેમને જલ્દીથી રજા આપવામાં આવશે. હેમા માલિનીના ટ્વીટ મુજબ લતા જીની હાલત ક્રિટીકલ છે. હેમા માલિનીએ આજે ​​સવારે ટ્વિટ કરીને તેમની તબિયત  ઝડપથી સારી થાય તે […]

Uncategorized
mayaapate 4 બોલીવૂડ/ હેમા માલિનીએ ટ્વીટ કરી કહ્યું- ક્રિટીકલ કંડીશનમાં છે લતા મંગેશકર, સારા સ્વાસ્થ્ય માટે કરી પ્રાર્થના

પ્રખ્યાત સિંગર લતા મંગેશકરની આજકાલ તબિયત ખરાબ ચાલી રહી છે. સોમવારે સવારે વાયરલ ઇન્ફેકશનને કારણે તેમને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. રિપોર્ટ અનુસાર, તેમની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે અને તેમને જલ્દીથી રજા આપવામાં આવશે. હેમા માલિનીના ટ્વીટ મુજબ લતા જીની હાલત ક્રિટીકલ છે. હેમા માલિનીએ આજે ​​સવારે ટ્વિટ કરીને તેમની તબિયત  ઝડપથી સારી થાય તે માટે પ્રાર્થના કરી છે.

હેમા માલિનીએ લખ્યું છે- લતા મંગેશકર જી માટે પ્રાર્થના, જેઓ હોસ્પિટલમાં દાખલ અને ગંભીર હાલતમાં છે. ભગવાન તેમને આ સંકટમાંથી બહાર આવવા માટે શક્તિ આપે જેથી તેઓ અમારી વચ્ચે રહે. રાષ્ટ્રના ભારત રત્ન, ભારતના કોકિલ લતા જી માટે પ્રાર્થના કરું છું.

લતા મંગેશકરે તેમનો 90 મો જન્મદિવસ 28 સપ્ટેમ્બરના રોજ ઉજવ્યો હતો. 2001 માં, તેમને ભારતનો સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્ન આપવામાં આવ્યો. તેમણે 36 ભારતીય ભાષાઓમાં ગીતો રેકોર્ડ કર્યા છે.

વર્ષ 1929 માં જન્મેલા લતા મંગેશકરને ઘણા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પુરસ્કારો ઉપરાંત દાદાસાહેબ ફાલ્કે એવોર્ડ અને ફ્રાન્સના સર્વોચ્ચ નાગરિક એવોર્ડ, ઓફિસર ઓફ ધ લીજન ઓફ ઓનરથી નવાજવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.