મુંબઇ,
બોલિવૂડની એક્ટ્રેસ અનુષ્કા શર્મા અને એક્ટર કાર્તિક આર્યન ભારતના હોટેસ્ટ વેજીટેરીયન (શાકાહારી) બની ગયા છે. આ ‘પીપુલ ફોર એથિકલ ટ્રીટમેન્ટ ઓફ એનિમલ્સ’ (પેટા) ઇન્ડિયાની સત્તાવાર વેબસાઇટ પર થયેલ વોટિંગમાં આ વાત સામે આવી છે.
અનુષ્કા શર્મા 2017 માં પેટા ઇન્ડિયાની ‘પર્સન ઓફ ધ યર’ પણ બની ચુકી છે. તેને તાજેતરમાં પેટા ઇન્ડિયા માટે જાહેરાત કરી હતી.જેમાં તેણે કહ્યું હતું કે “હું અનુષ્કા શર્મા છું અને હું શાકાહારી છું.”
અનુષ્કાએ એક નિવેદનમાં કહ્યું હતું કે, “શાકાહારી બનવાનો નિર્ણય એ અત્યાર સુધીના શ્રેષ્ઠ નિર્ણયોમાંનો એક છે. હવે હું વધારે મહેનતુ, સ્વસ્થ મહેસુસ કરું છું અને હું ખૂબ ખુશ છું કે કોઈ પણ પ્રાણીને મારા ખોરાક માટે પીડિત થવું પડતું નથી.”
કાર્તિકે કહ્યું હતું કે માંસ ઉદ્યોગમાં પ્રાણીઓને કષ્ટ સહન કરતા અને મૃત્યુ પામવાનો એક વીડીયો જોઈને તેણે શાકાહારી બનવાનો નિર્ણય કર્યો.
આપને જાણવી દઈએ કે અનુષ્કા શર્માની પહેલી એનીવર્સરી કાલે હતી અને કાલે જ તેને હોટેસ્ટ વેજીટેરીયનનો પુરસ્કાર મળ્યો. તો પતિ વિરાટ કોહલીએ પણ અનુષ્કા માટે ખુબ જ પ્યાર ભરેલ પોસ્ટ પણ કરી હતી.