મુંબઇ,
શંકર દક્ષિણ ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં નામી દિગ્દર્શક છે. હિન્દી ભાષાના દર્શકો તેમને રોબોટ, 2.0 જેવી ફિલ્મોના કારણે જાણે છે. શંકર મોંધા બજેટની ભવ્ય ફિલ્મ બનાવાનું પસંદ કરે છે અને રજનીકાંત સાથે કેટલીક ફિલ્મો બનાવી ચુક્યા છે.
બોલિવૂડ સ્ટાર હૃતિક રોશનના સાથે શંકરની કામ કરવાની ઇચ્છા હંમેશાં રહી છે. શંકરે હૃતિકને કેટલીક ફિલ્મો પણ ઓફર કરી છે, પરંતુ કેટલાક કારણોથી હૃતિક ફિલ્મોમાં કામ કરી શક્યા નથી.
સમાચાર છે કે એક વાર ફરી શંકરેબ હૃતિક રોશને એક પ્રોજેક્ટ ઓફર કર્યો છે અને આ ફિલ્મ ન પણ વેબ સિરિઝ હશે. જો હૃતિક તૈયાર થઈ જાય તો ડિજિટલ સ્પેસમાં આ હૃતિક રોશનનું ડેબ્યુ હશે.
સૂત્રો અનુસાર, હૃતિકને લઈને શંકર ફિલ્મ બનાવા માંગે છે, પરંતુ એક વેબ સ્ટ્રીમિંગ કંપનીએ તેને વેબ સીરીઝ બનાવાની ઓફર કરી છે. બજેટ ખુબ વધારે છે અને શંકર પણ વેબસિરીઝના રૂપમાં આને બનવા માંગે છે. હૃતિકની હા ની રાહ જોઈ રહ્યા છે.
હૃતિક આ સમયે ખૂબ જ ઓછું કામ કરી રહ્યા છે અને આ ફરિયાદ તેમના ફેંસ પણ કરે છે. આ વર્ષે તેમની ફિલ્મ ‘સુપર 30’ જુલાઈમાં રિલીઝ થશે. ટાઇગર શ્રૉફની સાથે અનામ ફિલ્મ ઑક્ટોબરમાં રિલીઝ થવાની શક્યતા છે. બીજી બાજુ શંકર ઇન્ડિયન 2 બનાવી રહ્યા છે જે 1996 માં રિલીઝ થયેલ ક્રાઇમ થ્રિલરની સીક્વલ છે.