મુંબઇ
મહારાષ્ટ્ર સરકારે 1 ઓગસ્ટ, 2018 થી થિયેટર/મલ્ટિપ્લેક્સમાં બહારનું ભોજન લઇ જવાની પરવાનગી આપી છે. ખાદ્ય અને જાહેર વિતરણ પ્રધાન રવિચંદ્ર ચવાને જણાવ્યું હતું કે થિયેટરોમાં બહારનું ભોજન કે નાસ્તો લઇ જવાની પરમીશન આપવામાં આવશે અને જે થિયેટર્સ ઓર્ડર નહીં માને તેના પર કાર્યવાહી કરવામાં આવશે.
નાગપુર વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા ધનંજય મુંડેએ પુછેલાં એક સવાલના જવાબમાં રવિચંદ્ર ચવાને જણાવ્યું કે થિયેટરોમાં પ્રેક્ષકોને બહારનું ખાવાનું લઇ જવાની છુટ આપવામાં આવશે.એ સિવાય થિયેટરની અંદર મળતા નાસ્તાઓના ભાવ પણ ઘટાડવાની અપીલ કરી છે.
જણાવી દઇ કે બોમ્બે હાઇકોર્ટમાં આ મામલે એક જાહેર હિતની અરજી કરવામાં આવી છે. મુંબઇના રહેવાસી જયનેન્દ્ર બક્ષીએ આ જાહેરહીતની અરજી કરતાં કોર્ટને જણાવ્યું છે કે એવો કોઈ કાનૂની નિયમ નથી કે જેના હેઠળ લોકો થિયેટર બહારનો ખોરાક લઇ જવા માટે રોકી શકાય.
હવે બોમ્બે હાઇકોર્ટ આ મામલે 25 જુલાઇએ સુનવણી કરશે.
એક ટ્વિટ અનુસાર અરજીકર્તાએ જણાવ્યું હતું કે, “અમે બોમ્બે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. રોજિંદા લોકો મલ્ટિપ્લેક્સમાં અપમાનિત થાય છે જ્યારે તેમના બેગની ચકાસણી કરવામાં આવે છે અને ખાદ્ય પદાર્થોને ફેંકી દેવામાં આવે છે જેથી મલ્ટિપ્લેક્સ અમે આ બાબતે મહારાષ્ટ્ર સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાઓની પ્રશંસા કરી શકીએ છીએ, જેથી 5 કરોડની પોપકોર્ન 250 રૂપિયા વેચી શકાય.
બક્ષીના વકિલના કહેવા પ્રમાણે સરકાર દ્રારા થિયેટરોમાં ફુડને લઇ જવાની શરતે જ લાયસન્સ આપવામાં આવે.