બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન 27 ડિસેમ્બરે પોતાનો 54 મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. સલમાન દર વર્ષે તેમનો જન્મદિવસ પનવેલ ફાર્મહાઉસમાં ઉજવાતા હતા, પરંતુ આ વખતે તેમણે સોહેલ ખાનના બાંદ્રા એપાર્ટમેન્ટમાં એક પાર્ટીનું આયોજન કર્યું છે. પાર્ટીમાં ખાન પરિવાર સાથે બોલિવૂડની અનેક હસ્તીઓ ઉપસ્થિત રહેશે.
જન્મદિવસની ઉજવણી દરમિયાન સલમાન ખાન આ અંદાજમાં જોવા મળ્યા હતા.
સલમાન ખાને અભિનેત્રી સોનાક્ષી સિન્હા સાથે પોઝ આપ્યો હતો. તેમણે સોનાક્ષીને ફિલ્મ ‘દબંગ’ માં લોન્ચ કરી હતી.
જણાવી દઈએ કે સલમાન ખાનની બહેન અર્પિતા બીજી વખત માતા બનવા જઈ રહી છે. તે 27 ડિસેમ્બરે બાળકને જન્મ આપવા જઇ રહી છે. આ દિવસે તેણે પોતાનો સી-સેક્શન શેડ્યૂલ કરાવ્યો છે.
તો બહેન સાથે સમય પસાર કરવા માટે સલમાન ખાન પનવેલ ફાર્મહાઉસને બદલે સોહેલ ખાનના એપાર્ટમેન્ટમાં તેનો જન્મદિવસ ઉજવી રહ્યા હતા.
પુત્ર સલમાન ખાનની બર્થડે પાર્ટીમાં સલીમ ખાન પણ પહોંચ્યા હતા.
તેની બહેન અલવીરા અને તેના પતિ અતુલ અગ્નિહોત્રી સલમાન ખાનના જન્મદિવસની પાર્ટીમાં ભાગ લેવા સોહેલ ખાનના ઘરે પહોંચ્યા હતા.
આ પાર્ટીમાં જોડાવા માટે સલમાન ખાનની બહેન અર્પિતા ખાનના પતિ આયુષ શર્મા પણ પહોંચ્યા હતા.
અરબાઝ ખાન તેની ગર્લફ્રેન્ડ જ્યોર્જિયા આંદ્રેની સાથે દેખાયો.
અરબાઝ ખાન અને મલાઈકા અરોરાનો પુત્ર અરહાન ખાન પાર્ટીમાં જોવા મળ્યો હતો.
સંગીતા બિજલાની પાર્ટીમાં ભાગ લેવા બાંદ્રાના સોહેલ ખાનના એપાર્ટમેન્ટમાં પહોંચી હતી.
ફિલ્મ ‘જય હો’ માં સલમાન ખાનની અપોજિટ દેખાતી ડેઝી શાહ પણ પહોંચ્યા હતા.
સલમાનની ફિલ્મ હમ સાથ સાથ હૈમાં નજર આવી ચૂકેલી અભિનેત્રી નીલમ કોઠારી તેના પતિ અને અભિનેતા સમીર સોની સાથે પાર્ટીમાં પહોંચી હતી. તુષાર કપૂરે પણ તેની સાથે પોઝ આપ્યો હતો.
બોલિવૂડ એક્ટ્રેસ રવિના ટંડન પતિ અનિલ થડાની સાથે પાર્ટીમાં જોવા મળી હતી.
વિદ્યા બાલન પણ પાર્ટીમાં સામેલ થવા સોહેલ ખાનના ઘરે પહોંચી હતી.
બોલિવૂડના જાણીતા ડિરેક્ટર, નિર્માતા અને પટકથા લેખક સુભાષ ઘાઇ પણ સલમાનની બર્થડે પાર્ટીમાં પહોંચ્યા હતા.
દબંગ 3 થી બોલિવૂડમાં એન્ટ્રી કરનાર મહેશ માંજરેકરની પુત્રી સાઈ માંજરેકરે પણ પાર્ટીમાં ભાગ લીધો હતો.
યુલિયા વંતુર આ અંદાજ પાર્ટીમાં જોવા મળી.
સલમાન ખાનની બર્થડે પાર્ટીમાં અનેક હસ્તીઓ હાજર રહી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.