મુંબઇ,
બોલિવૂડ એક્ટ્રેસ નોરા ફતેહી આગામી ફિલ્મ ‘બાટલા હાઉસ’માં કામ કરવા માટે ઉત્સાહિત છે. નોરાએ શુક્રવારે ટ્વીટ કરીને જણાવ્યું કે ફિલ્મમાં તે મુખ્ય ભૂમિકા ભજવશે.
નોરા ફતેહીએ લખ્યું ‘મને આ ઘોષણા કરતા ખુશી થઇ રહી છે કે હું બાટલા હાઉસમાં મુખ્ય ભૂમિકા નિભાવી રહી છું. હું જ્હોન અબ્રાહમ, નિખિલ આડવાની, ભૂષણ કુમાર અને ફિલ્મની ટીમના સાથે કામ કરીને ઉત્સાહિત છું.’
https://twitter.com/Norafatehi/status/1057896800923930624
આપને જણાવી દઈએ કે જ્હોન અબ્રાહમ અને નોરા ફતેહી બીજીવાર સાથે સ્ક્રીન પર જોવા મળશે. આ પહેલા બંને ફિલ્મ ‘સત્યમેવ જયતે’ના સોંગ ‘દિલબર’માં નજરે પડ્યા હતા. જણાવીએ કે નોરા ‘બીગ બોસ-9′માં પણ જોવા મળી ચુકી છે. નોરા બીગ બોસ શોમાં પ્રિન્સ નરુલાના સાથે નિકટતાને લઈને ચર્ચામાં છવાયેલી રહેતી હતી.