નવી દિલ્હી,
ન્યુરોએન્ડોક્રાઈન કેન્સર સામે સંઘર્ષ કરી રહેલા અભિનેતા ઈરફાન ખાનનું કહેવાનું છે કે એમણે પરિણામની ચિંતા વગર બ્રહ્માંડીય શક્તિમાં ભરોસો કરતા દર્દ, ભય અને અનિશ્ચિતતા દ્વારા પોતાની લડાઈ લડી છે.
ઈરફાન ખાને આ વર્ષે પાંચ માર્ચના રોજ કેન્સરથી પીડિત હોવાનો સાર્વજનિક ખુલાસો કર્યો હતો. તેઓ હાલમાં લંડનમાં સારવાર કરવી રહ્યા છે.
ઈરફાને એક અંગ્રેજી અખબારને લખેલા પત્રને ટ્વીટર પર મુક્યો હતો. આમાં એમણે જણાવ્યું કે એમને એ વાતની જાણકારી મળી હતી કે આ બીમારી દુર્લભ પ્રકારની છે.
સારવાર સંબંધિત અનિશ્ચિતતા અને કેટલાક કિસ્સાઓના અધ્યયન બાદ તેઓ ઈલાજ કરાવવા માટે તૈયાર થયા હતા.
ઈરફાને કહ્યું કે એ સમય દરમિયાન એવું મહેસુસ થયું કે તેઓ તેજ ઝડપથી ટ્રેનની યાત્રા કરી રહ્યા છે અને અચાનક કોઈએ સંકેત આપતા ટ્રેનમાંથી ઉતારવાનું કહ્યું કે તેઓ ગંતવ્ય સ્થાન પર પહોંચી ગયા છે.
એમણે લખ્યું કે દુઃખના કારણે મને એવું મહેસુસ થયું કે આપ સમુદ્રની અપ્રત્યાશિત લહેરો વચ્ચે ફોર્કની જેમ તરી રહ્યા હો અને દરેક સંભવ પ્રકારે એને નિયંત્રિત કરવાની કોશિશ કરી રહ્યા હો. તાજ્જુબ અને ભયના ઘાલમેલ વચ્ચે, હોસ્પિટલ જતા સમયે હું મારા પુત્ર સાથે લાંબા સમય સુધી વાત કરતો હતો.