મુંબઇ,
તાજેતરમાં ફિલ્મ “બધાઈ હો” અને “અંધાધુંન”ની સફળતા પછી એક્ટર આયુષ્માન ખુરાના સાતમાં આસમાને છે. આ બંને ફિલ્મોમાં આયુષ્માનના કામની ખૂબ પ્રશંસા થઈ રહી છે. માત્ર તેમનું કામ જ પ્રશંસાપાત્ર નથી પરંતુ તેમની ફિલ્મોની પસંદગી ખૂબ જ સારી છે.
વેલ,એ વાત તો ત્યારે જ સાબિત થઇ ગઈ હતી જયારે આયુષ્માનએ બોલિવૂડ ડેબ્યુ ફિલ્મ ‘વિકી ડોનર’ જેવી એક અલગ વિષય સાથે ફિલ્મ બનાવી હતી. ફિલ્મ હજી પ્રેક્ષકોને ખૂબ જ સારી લાગે છે. થોડા દિવસ પહેલા એવા રિપોર્ટ આવ્યા હતા કે ફિલ્મની સિક્વલ પણ આવી શકે છે. જો કે, અત્યાર સુધી કશું જ બહાર આવ્યું નથી.
આયુષ્માન આ વિશે પૂછવામાં આવતા, તેમણે કહ્યું કે અત્યાર સુધી તેમને ‘વિકી ડોનર’ ની સિક્વલ વિશેની કોઈ માહિતી નથી અને જો તે બનાવવામાં આવે તો તે ચોક્કસપણે તેમાં કામ કરવા માંગે છે. જો કે, આયુષ્માને એમ પણ કહ્યું હતું કે જો ફિલ્મની સિક્વલ સ્ક્રીપ્ટ પહેલી ફિલ્મ જેટલી સારી ન હોય તો, તે બધુ નકામુ થઇ જશે.