મુંબઈ
બોલીવુડની એક્ટ્રેસ કેટરીના કૈફ આવનારા ટૂંક સમયમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં પોતાના સફર પર એક પુસ્તક લખવાનું વિચારી રહી છે. આ પુસ્તકમાં તે પોતાના આ સફરમાં આવેલા તમામ ઉતર ચડાવ વિશે લખશે. વર્ષ ૨૦૧૩માં ફિલ્મ ‘ બૂમ ‘ થી તેણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં પગ મુક્યો હતો તે દિવસથી આજ સુધી તેને ઘણા ઉતર ચડાવનો સામનો કરવો પડ્યો છે.
બોલીવુડમાં પોતાને કેવી રીતે સંભાળી તેનો જવાબ આપતા કેટરીનાએ કહ્યું કે તેના માટે તે જાતે તૈયાર થઇ છે. હું કદાચ તેના પર બુક પણ લખી શકું આથી અત્યારે આ પ્રશ્નનો જવાબ નહિ આપી શકું. તેનો ઉલ્લેખ હું મારી લખેલી બુકમાં કરીશ.
ટાઇગર ઝિન્દા હૈ જેવી હીટ ફિલ્મ દેનારી અભિનેત્રી તેના ૧૫ વર્ષના સફર દરમ્યાન ઘણી મુશ્કેલીનો સામનો કર્યો છે. પરંતુ કેટરીનાને આ મુશ્કેલીના લીધે કોઈ ફરિયાદ નથી ઉપરથી તેનું કહેવું છે, કે આ તમામ બાબત માતા કેરિયરને આગળ વધારવામાં ખુબ મદદરૂપ નીવળી છે.
કેટરીનાએ આગળ કહ્યું કે, જિંદગી પ્રત્યે હું સમતોલ દ્રષ્ટિ રાખું છુ, આથી મુશ્કેલી અને ખરાબ પરિસ્થતિનો પણ સ્વીકાર કરું છુ. તમારા જીવનમાં આના કરતા બીજા કોઈ મોટા ટીચર નહિ હોય. જયારે તમે તમારી મુશ્કેલી પર વિજય મેળવી લો છો ત્યારે તમે એક કદમ આગળ વધો છો. કેટરીના હમેશાથી એક મોટી મૂવી સ્ટાર બનવાના સપના જોતી હતી.
તમને જણાવી દઈએ, કે હાલમાં જ કેટરીનાને NGO એજયુકેટ ગર્લ્સની બ્રાંડ એમ્બેસેડર બનાવવામાં આવી છે.