ઇટલી
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીની પુત્રી ઇશા અંબાણીની સગાઈમાં સંપૂર્ણ બોલીવુડ શામિલ થયું હતું. ઇટલીના કોમો લેકમાં આનંદ પિરામલ સાથે ઇશાની સગાઇનું સેલિબ્રેશન કરવામાં આવી રહ્યું છે. મીડિયા અહેવાલો અનુસાર, પ્રિયંકા ચોપરા, નિક જોનસ અને મનીષ મલ્હોત્રા સહિત બોલીવુડના તમામ સેલિબ્રિટી અહીં પહોંચીયા છે. સોશિયલ મીડિયા પર આ સેલિબ્રિટીઝના ફોટા વાયરલ થઈ રહ્યા છે.
પ્રિયંકાએ ટ્રેડીશનલ ડ્રેસમાં એન્ટ્રી કરી તો નિક પણ કાળા રંગના બંદગલા સૂટમાં નજરે પડ્યા હતા. આ પ્રસંગે પ્રિયંકા સાડી પહેરી હતી. સોશ્યલ મીડિયા પર શેર કરાયેલી તસ્વીરો જોવામાં આવે તો પ્રિયંકા અને નિક ઉપરાંત, સોનમ અને આનંદ આહુજા ઇટાલીમાં અનિલ કપૂર સાથે આ પ્રસંગે હાજર હતા.
ડિઝાઇનર મનીષ મલ્હોત્રા પ્રિયંકા અને નિક સાથે પોજ આપતા જોવા મળ્યા. આ ઉપરાંત, ખુશી અને જહાનવી કપૂર પણ જોવા મળી હતી.