મુંબઈ
અક્ષય કુમાર સ્ટારર ફિલ્મ ગોલ્ડથી નાગિન ટીવી સીરીયલથી જાણીતી બનેલ અભિનેત્રી મૌની રોય બોલીવુડમાં ડેબ્યુ કરવા જઈ રહી છે. આ ઉપરાંત તેની પાસે અયાન મુખર્જીની મેગાબજેટ ફિલ્મ ‘બ્રહ્માહ’ પણ છે. ત્યારે હવે એવા અહેવાલ સામે આવ્યા છે કે મૌની રોયને વધુ એક બોલીવુડ ફિલ્મની ઓફર થઈ છે. મૌની રોયને જ્હોન અબ્રાહમ સ્ટારર ‘રોમીયો અકબર વોલ્ટર’ ફિલ્મની ઓફર થઈ છે.
આ ફિલ્મમાં મૌની રોય ઉપરાંત જેકી શ્રોફ અને સિકંદર ખેર પણ મુખ્ય ભૂમિકામાં નજરે પડશે. સુત્રોના જણાવ્યા મુજબ મોની જ્હોન અબ્રાહમની ફિલ્મમાં મુખ્ય અભિનેત્રીના પાત્રમાં જોવા મળશે. માનવામાં આવી રહ્યુ છે કે મૌની રોય અને ફિલ્મની ટીમ હાલ આ અંગે ચર્ચા કરી રહી છે. આ ફિલ્મને રોબી ગ્રેવાલ ડાયરેક્ટ કરશે, જેનુ પ્રથમ શિડ્યુલ ચાલુ મહિનાના અંત સુધીમાં શરુ કરવાની યોજના છે.
આપને જણાવી દઈએ કે, આ ફિલ્મનુ શુટિંગ ગુજરાત, શ્રીનગર અને નેપાળમાં કરવામાં આવશે. આ ઉપરાંત આ ફિલ્મ જ્હોન અબ્રાહમ માટે ખૂબ જ મહત્વ રાખે છે. જેમાં તેનો રોલ ખૂબ જ પડકારજનક છે, કારણકે તે પ્રથમ વખત એક પાત્રના જવાનીથી લઈને વૃદ્ધ સુધીની સફર ભજવતો નજરે પડશે.