Not Set/ જન્મદિવસે કાજોલને મળે અદભુત ગીફ્ટ,હેલીકોપ્ટર ઇલાનું ટ્રેલર થયું લોન્ચ

મુંબઇ બોલિવુડ અભિનેત્રી કાજોલના જન્મદિવસના ખાસ પ્રસંગે તેમની ફિલ્મ ‘હેલિકોપ્ટર ઇલા’નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મ અજય દેવગણ અને ધવન જયંતીલાલ ગડા દ્વારા બનાવવામાં આવી છે. આ ફિલ્મ દિગ્દર્શક પ્રદીપ સરકાર દ્વારા કરવામાં આવ્યું છે. હેલીકોપ્ટર ઇલા  7 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થઇ રહી છે. જુઓ વીડીયો.. અહીં જાણો શું છે આ ફિલ્મની સ્ટોરી આનંદ ગાંધીના ગુજરાતી પ્લે ‘બેટા […]

Trending Entertainment Videos
66t જન્મદિવસે કાજોલને મળે અદભુત ગીફ્ટ,હેલીકોપ્ટર ઇલાનું ટ્રેલર થયું લોન્ચ

મુંબઇ

બોલિવુડ અભિનેત્રી કાજોલના જન્મદિવસના ખાસ પ્રસંગે તેમની ફિલ્મ ‘હેલિકોપ્ટર ઇલા’નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મ અજય દેવગણ અને ધવન જયંતીલાલ ગડા દ્વારા બનાવવામાં આવી છે. આ ફિલ્મ દિગ્દર્શક પ્રદીપ સરકાર દ્વારા કરવામાં આવ્યું છે. હેલીકોપ્ટર ઇલા  7 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થઇ રહી છે.

જુઓ વીડીયો..

અહીં જાણો શું છે આ ફિલ્મની સ્ટોરી

આનંદ ગાંધીના ગુજરાતી પ્લે ‘બેટા કાગડો’ પર બની આ ફિલ્મ એક સિંગલ મધર ઇલા પર આઘારિત છે. ફિલ્મના ટ્રેલરમાં કાજોલ પોતાના પુત્ર સાથે સંપૂર્ણ જીવન જીવ્યા હોવાનું જણાય છે. પરંતુ જ્યારે તે જ પુત્ર મોટો થઇ જાય છે અને એ પછી પુત્રને તેની માતાના પ્રેમમાં ઘુટન મહેસુસ થવા લાગે છે.

ફિલ્મમાં કાજોલ એક સિંગરની ભૂમિકામાં જોવા મળશે. તે પોતાના પુત્ર માટે તેના સપના છોડી દે છે. પરંતુ માતાનો પ્રેમ ઘુટન સમજવાવાળો પુત્ર ઘર છોડીને જતો રહે છે. પછી ઇલાના જીવનમાં ફેરફાર થાય છે અને એ પછી ફરી એક વાર ઇલાએ પોતાનું જીવન જીવવાનું શરુ કરે છે અને નવા સ્થાન સુધી પહોંચવાનો પ્રયત્ન કરે છે.આ ફેમિલી ડ્રામામાં કાજોલે માતાની ભુમિકા બખુબી નિભાવી છે.

‘હેલીકોપ્ટર ઇલા’ નું ટ્રેલર રીલીઝ એ કાજોલને જન્મદિવસની શ્રેષ્ઠ ગીફ્ટ મળી છે એવું કહીશું તો અતિશયોક્તિ નહીં ગણાય. આ ફિલ્મમાં કાજોલના પુત્રની ભૂમિકામાં રિદ્ધિ સેનની જોવા મળે છે. ફિલ્મમાં નેહા ધૂપિયા પણ મહત્વની ભૂમિકા ભજવે છે.