Not Set/ માનસિક રીતે તુટી ગયલો કપિલ દિવસની 23 ગોળીઓ ખાઇ રહ્યો છે

મુંબઇ, કોમેડીયન કપિલ શર્માના ખરાબ દિવસોનો અંત નથી આવતો.હાલ તે તેના જીવનની સૌથી મુશ્કેલ દિવસોમાંથી પસાર થઇ રહ્યો છે.તેના નવા શોની નિષ્ફળતા પછી કપિલ શર્મા ભારે માનસિક તણાવમાંથી પસાર થઇ રહ્યો છે.. કપિલની તબિયત મુદ્દે હાલમાં જ એક નવો વળાંક આવ્યો છે. મીડીયામાં આવેલાં કેટલાંક રિપોર્ટ અનુસાર કપિલ શર્મા માનસિક દવાઓનાં હેવી ડોઝ પર જીવી […]

Entertainment
kapil sharma માનસિક રીતે તુટી ગયલો કપિલ દિવસની 23 ગોળીઓ ખાઇ રહ્યો છે

મુંબઇ,

કોમેડીયન કપિલ શર્માના ખરાબ દિવસોનો અંત નથી આવતો.હાલ તે તેના જીવનની સૌથી મુશ્કેલ દિવસોમાંથી પસાર થઇ રહ્યો છે.તેના નવા શોની નિષ્ફળતા પછી કપિલ શર્મા ભારે માનસિક તણાવમાંથી પસાર થઇ રહ્યો છે.. કપિલની તબિયત મુદ્દે હાલમાં જ એક નવો વળાંક આવ્યો છે. મીડીયામાં આવેલાં કેટલાંક રિપોર્ટ અનુસાર કપિલ શર્મા માનસિક દવાઓનાં હેવી ડોઝ પર જીવી રહ્યો છે અને તે એક જ દિવસમાં 23 ગોળીઓ ખાય છે.

કપિલ શર્મા આજકાલ પોતાની વિરુદ્ધ બનેલા વાતાવરણનાં કારણે તે ભારે સ્ટ્રેસનો સામનો કરી રહ્યો છે.તેની અસર તેની તબિયતઅંગત જીવન પર પડી રહી છે. મીડિયા રિપોર્ટ અનુસાર કપિલ પોતાનાં નવા શો  ફેમિલી ટાઇમ વિથ કપિલ શર્માનાં ફોર્મેટ મુદ્દે પણ અસંતોષ છે. કપિલ સતત શૂટિંગ રદ્દ કરી રહ્યો છે. એવી ચર્ચાઓ પણ છે કે તેનાં શોને એક મહિના માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે. જ્યારે કોમેડિયનનાં વર્તનને જોતા ફેમિલિ ટાઇમનાં પ્રોડ્યુસર તેની સાથેનો કોન્ટ્રાક્ટ રદ્દ કરવા અંગે પણ વિચારી રહ્યા છે.

પ્રોડ્યુસર હેમંત રુપ્રેલ અને રંજિત ઠાકુર કપિલની સાથે પોતાનાં કરાર રદ્દ કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છે. બીજી તરફ સોની ચેનલ કેટલોક સમય અટકીને વસ્તુઓને જોઇ રહ્યા છે. એક અઠવાડીયા બાદ ચેનલ કપિલનાં શો અંગે કોઇ નિર્ણય લેશે. કપિલ શર્મા અંગેનાં વિવાદ અંગે સુનીલ ગ્રોવરે પણ પોતાનું મૌન તોડ્યું છે. એક યુટ્યુબને આપેલા ઇન્ટરવ્યુમાં તેણે જણાવ્યું કે કપિલે પોતાની તબિયત પર ધ્યાન આપવું જોઇએ. તેનાં પરિવારે પણ તેનું ધ્યાન રાખવું જોઇએ. મને આશા છે કે તે જલ્દી પરત ફરશે.

તે અગાઉ કપિલની એક્સ મેનેજર અને ગર્લફ્રેંડ પ્રીતિ સિમોસનું નિવેદન સામે આવ્યું હતું. પ્રીતિએ કપિલની માનસિક સ્થિતી સારી નહી હોવા અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી. તેણે કહ્યું કેજો આ બધાની પાછળ કપિલ જ છે તો મને તેનાં માનસિક સંતુલન અંગે ખુબ જ ચિંતા છે. તેની માનસિક સ્થિતી છેલ્લા થોડા મહિનાઓમાં ખુબ જ ખરાબ થઇ ચુકી છે. હું લોકોને કહેવા માંગુ છું કે તેને છોડી દોજવા દો અને તેને રિહેબ સેન્ટર લઇને જાઓ અને તે વ્યક્તિને જીવવાની તક આપો.