દિલ્હી,
જાણીતા ટેલિવિઝન સેલિબ્રિટી અને કોમેડિયન કપિલ શર્માએ 12 ડિસેમ્બર 2018 ના રોજ તેમની ગર્લફ્રેન્ડ ગીન્ની ચતરથ સાથે લગ્નના તાંતણે બંધાઈ ચુક્યા છે. લગ્ન પછી, કપિલે બે રિસેપ્શન આપ્યા છે. કાલે (2 ફેબ્રુઆરી) દિલ્હીમાં ત્રીજુ રિસેપ્શન આપ્યું હતું
કપિલ શર્માએ તેમના ટ્વીટર પર પત્ની ગીન્ની સાથે તેમની એક તસ્વીર શેર કરી છે. સાથે લખ્યું છે કે આ સેલિબ્રેશ બંધ થવાનું નથી, તમારી દુવાઓની જરૂર છે.
કપિલ શર્માના મુંબઇ રિસેપ્શનમાં અનિલ કપૂર, રણવીર સિંહ, દીપિકા પાદુકોણ અને કરણ જોહર જેવા સ્ટાર્સ હાજર રહ્યા હતા. જયારે દિલ્હી રિસેપ્શનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજર રહ્યા હતા.