મુંબઈ,
કેટરીના કૈફને વરુણ ધવનની આગામી ફિલ્મ છોડી દેવી પડી છે.ડિરેકટર રેમો ડિઝોસાની ફિલ્મમાં કેટરીના અને વરુણ સાથે થિરક્તા જોવા મળત, પરંતુ હવે સીન ચેન્જ થઈ ગયો છે અને કેટરીના આઉટ થઈ ગઈ છે
કેટરીના વરુણ ધવન ડિરેક્ટર રેમો ડિસોઝાની આગામી ડાન્સ ફિલ્મમાં સાથે જોવા મળશે એમ કહેવામાં આવ્યું હતું ત્યારે બધાને ખૂબ આશ્ચર્ય થયું હતું. જે ઇન્ડિયાની બિગેસ્ટ ડાન્સ ફિલ્મ રહેશે એવો દાવો કરવામાં આવ્યો હતો. ફેન્સ આ ફિલ્મ વિશે વધારે ડિટેઇલ્સ જાણવા માગતા હતા. જોકે, લેટેસ્ટ ઘટનાક્રમથી કેટરીરિનાના ફેન્સ નિરાશ થઈ જશે.

કેટરીનાના ઓફિશિયલ સ્પોક્સપર્સને કહ્યું હતું કે, ‘‘ભારત” ફિલ્મ માટેના બિઝી શેડ્યૂલના કારણે તેણે આ ડાન્સ ફિલ્મ છોડી દીધી છે. કેટરીના હંમેશાથી સંપૂર્ણ પ્રોફેશનલ છે. આ ડાન્સ ફિલ્મ અને ‘ભારત’ માટેની ડેટ્સ ટકરાતી હતી.

‘ભારત’ અને રેમોની ફિલ્મ એમ બંનેના પ્રોડક્શન સાથે સંકળાયેલા પ્રોડ્યૂસર ભૂષણ કુમારે કહ્યું હતું કે, ‘કેટરિનાએ ડાન્સ ફિલ્મમાંથી નીકળી જવું પડ્યું હતું અને એ પરસ્પરનો નિર્ણય હતો. તે અત્યારે સલમાનભાઈની સાથે મારી ફિલ્મ માટે શૂટિંગ કરી રહી છે. આ બંને ફિલ્મ્સની ડેટ્સ ટકરાતી હતી.
