મુંબઈ,
કેટરિના કૈફ જેવી દેખાતી એક છોકરીનો ફોટો આજકાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ છોકરીનું નામ એલિના રાય કહેવામાં આવી રહ્યું છે અને તે ટિકટોક પર ખૂબ જ લોકપ્રિય છે.
તમે એલિનાની ફોટો કે વીડિયો જોયા બાદ કેટરીના કૈફ કોણ છે તે પારખી શકશો નહીં. અલિના રાયના ઇન્સ્ટાગ્રામ પર ઘણા ફોટા છે જેમાં તે કેટરિના કૈફની જેમ ડ્રેસ, જ્વેલરી, હેરસ્ટાઇલમાં જોવા મળી રહી છે.
આપણે જણાવી દઈએ કે અલિના મુંબઈની ફેશન બ્લોગર છે. ઇન્સ્ટાગ્રામ પર તેના 30,000 થી વધુ ફોલોઅર્સ છે. તેના એકાઉન્ટ પર રોજ ઘણી કોમેટ્સ આવે છે, ઘણા યુઝર્સ કહે છે કે ‘લવ યુ કેટરિના 2’, જ્યારે ઘણા લોકો કહે છે ‘કોપી કેટ’.
જણાવી દઈએ કે બોલિવૂડ અભિનેત્રી ઝરીન ખાનની એન્ટ્રી બોલીવુડમાં થઈ હતી ત્યારે તેણીને કેટરિના કૈફની હમશકલ કહવામાં આવી હતી એટલું જ નહીં, તેઓ બંને જે રીતે પહેરવેશ કરે છે અને બોલે છે તેની તુલના પણ કરતા હતા.
આ પહેલી વાર આથી બન્યું જ્યારે બોલિવૂડ અભિનેત્રીની હમશ્ક્લની ફોટોઝ સોશિયલ મીડિયા પર છવાઈ હોય. થોડા દિવસો પહેલા પ્રિયંકા ચોપરા, અનુષ્કા શર્મા જેવી દેખાતી છોકરીઓના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.