Not Set/ ખતરો કે ખિલાડી 9માં આ ડાંસર બન્યો ઢગલાબંધ ઇનામો સાથે  વિજેતા

મુંબઇ, ખતરો કે ખિલાડી 9ના વિજેતાની  જાહેરાત થઈ ચૂકી છે. આ સિઝનમાં હરિફ રહેલા આદિત્ય નારાયણને હરાવીને પુનિત પાઠક વિજેતા બન્યો છે. પુનિતને વિજેતા બન્યા બાદ વિનર ટ્રોફી તેમજ 20 લાખ રૂપિયા  પણ ઇનામ સ્વરૂપે મળ્યા છે.  સાથે જ મારૂતિની એક શાનદાર કાર પણ ભેટ મળી છે. ડાંસર  પુનિત સાથે આદિત્ય નારાયણ તેમજ  રિધિમા પંડિત […]

Trending Entertainment
tq 9 ખતરો કે ખિલાડી 9માં આ ડાંસર બન્યો ઢગલાબંધ ઇનામો સાથે  વિજેતા

મુંબઇ,

ખતરો કે ખિલાડી 9ના વિજેતાની  જાહેરાત થઈ ચૂકી છે. આ સિઝનમાં હરિફ રહેલા આદિત્ય નારાયણને હરાવીને પુનિત પાઠક વિજેતા બન્યો છે. પુનિતને વિજેતા બન્યા બાદ વિનર ટ્રોફી તેમજ 20 લાખ રૂપિયા  પણ ઇનામ સ્વરૂપે મળ્યા છે.  સાથે જ મારૂતિની એક શાનદાર કાર પણ ભેટ મળી છે.

ડાંસર  પુનિત સાથે આદિત્ય નારાયણ તેમજ  રિધિમા પંડિત ફાઇનલિસ્ટમાં સામેલ હતા.  ગત રોજ થયેલા ફિનાલેમાં  આદિત્યએ પુનિતને બરાબરની ટક્કર આપી હતી. જોકે પુનિત પાઠકે પોતાનો ટાસ્ક જલદી પૂરો કરતા તે વિજેતા બન્યા છે.

વિજેતા થયા બાદ પુનિતે કહયું હતું કે ખતરો કે ખિલાડી  સિઝન 9માં ટકી રહેવું સરળ નહોતું અને આ જીત મહેનત,ફોક્સ તેમજ દ્રઢ સંકલ્પને કારણે મળી છે. આ ગ્રાન્ડ ફિનાલેમાં અક્ષય કુમાર પણ હજર રહ્યો હતો.