અમિતાભ બચ્ચન
અમિતાભ બચ્ચન શારજહામાં આયોજીત પુસ્તકમેળામાં હાજરી આપવાના હતાં અને યુએઈમાં તેમના ચાહકો આ દિવસની આતુરતાથી રાહ જોઇ રહ્યા હતા. જોકે, બિગ બીની તબિયત સારી ના હોવાથી તેઓ પુસ્તકમેળામાં હાજરી આપી શક્યા નહોતા. ઈવેન્ટ મેનેજમેન્ટે ટ્વીટ કરી હતી કે, 30 ઓક્ટોબરનાં રોજ સાંજે પાંચ વાગે યોજાનાર બુક ફેરમાં અમિતાભ બચ્ચન મેડિકલ ઈશ્યૂને કારણે હાજરી આપી શકશે નહીં. તેમની તબિયત સારી ના હોવાથી તેઓ વિદેશમાં ટ્રાવેલ કરી શકે તેમ નથી.
શાહિદ કપૂર
‘કબીર સિંહ’ બાદ શાહિદ કપૂરે તેની આગામી ફિલ્મની તૈયારી શરૂ કરી દીધી છે. શાહિદ કપૂરની આગામી ફિલ્મ પણ તેલુગુ ફિલ્મની રિમેક જ છે. 2019 માં આવેલ તેલુગુ ફિલ્મ ‘જર્સી’ની રિમેકમાં શાહિદ લીડ રોલમાં છે. આ ફિલ્મ ક્રિકેટ પર આધારિત છે. ‘જર્સી’ ફિલ્મની હિન્દી રીમેક માટે શાહિદે ક્રિકેટની ટ્રેનિંગ શરૂ કરી દીધી છે. ક્રિકેટ પ્રેક્ટિસ સેશનનો એક ફોટો પણ સામે આવ્યો છે.
અક્ષય કુમાર
અક્ષય કુમારે સોશિયલ મીડિયામાં મોર્નિંગ વોકનો એક કિસ્સો શૅર કર્યો છે. અક્ષયે બે તસવીરો પોસ્ટ કરી છે, જેમાં તેની સાથે દીકરી નિતારા પણ છે. અક્ષય એક ઝૂંપડી આગળ દેખાય છે, જ્યાં તે પાણીની શોધમાં ગયો હતો. પોસ્ટમાં અક્ષયે કહ્યું હતું, ‘આજે મોર્નિંગ વોક નાનકડી નિતારા માટે જીવનનો એક બોધપાઠ બની ગયો. અમે આ દયાળું તથા વૃદ્ધ દંપતીનાં ઘરે પાણીની શોધમાં આવ્યા હતાં પરંતુ તેમણે અમારા માટે એકદમ સ્વાદિષ્ટ ગોળ-રોટલી બનાવી હતી. સાચે જ, દયાળું થવામાં કોઈ જ ખર્ચ થતો નથી પરંતુ તેનાથી ઘણું બધું મળે છે.’
આમિર ખાન
આમિર ખાને પોતાની આગામી ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’નું શૂટિંગ આજથી શરૂ કરી દીધું છે. આ ફિલ્મનો મુહૂર્ત ક્લેપ એક્ટરની માતા ઝિન્નત હુસૈને આપ્યો હતો. આમિર ખાનની આ ફિલ્મ 1994માં આવેલી હોલિવૂડ ફિલ્મ ‘ધ ફોરેસ્ટ ગમ્પ’ની ઓફિશિયલ હિંદી રીમેક છે. આ ફિલ્મનું શૂટિંગ યશરાજ સ્ટુડિયોમાં થોડાં દિવસ કરવામાં આવશે. હાલમાં ઈન્ડોર શૂટિંગ કરવામાં આવશે અને પછી આઉટડોર શૂટ થશે. શૂટિંગ સાથે સંકળાયેલી માહિતી સિક્રેટ રાખવામાં આવી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.