Not Set/ બીજા દિવસે લવ આજ કલની કમાણીમાં 40 % ઘટાડો, નથી મળ્યા દર્શકો

પહેલા દિવસે 12.40 કરોડની કમાણી કરીને બોલીવુડ અભિનેતા કાર્તિક આર્યનની કારકિર્દીની સૌથી મોટી ઓપનર બની ફિલ્મ ‘લવ આજ કલ’ની કમાણી બીજા દિવસે એટલે કે શનિવારે કમાણીમાં મોટો ઘટાડો જોવા મળ્યો. ફિલ્મના બિઝનેશના નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, પહેલા દિવસની તુલનામાં બીજા દિવસે કમાણીમાં 40 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. ઇમ્તિયાઝ અલી દિગ્દર્શિત આ ફિલ્મે બીજા દિવસે લગભગ […]

Uncategorized
Untitled 189 બીજા દિવસે લવ આજ કલની કમાણીમાં 40 % ઘટાડો, નથી મળ્યા દર્શકો

પહેલા દિવસે 12.40 કરોડની કમાણી કરીને બોલીવુડ અભિનેતા કાર્તિક આર્યનની કારકિર્દીની સૌથી મોટી ઓપનર બની ફિલ્મ ‘લવ આજ કલ’ની કમાણી બીજા દિવસે એટલે કે શનિવારે કમાણીમાં મોટો ઘટાડો જોવા મળ્યો. ફિલ્મના બિઝનેશના નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, પહેલા દિવસની તુલનામાં બીજા દિવસે કમાણીમાં 40 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. ઇમ્તિયાઝ અલી દિગ્દર્શિત આ ફિલ્મે બીજા દિવસે લગભગ સાત કરોડની કમાણી કરી છે.

આપને જણાવી દઈએ કે આ ફિલ્મમાં કાર્તિક આર્યન અને સારા અલી ખાન મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા છે. આ ફિલ્મમાં સારા અલી ખાનનું ઝો અને કાર્તિક આર્યન વીરની ભૂમિકામાં છે. આ ફિલ્મમાં બે સમાનાંતર લવ સ્ટોરી હશે. કાર્તિક એક કહાનીમાં સારા સાથે છે તો, બીજીમાં આરુષિ શર્મા સાથે છે જે લીનાનું પાત્ર ભજવી રહી છે.

એક વેબસાઈટ સાથે વાત કરતા ટ્રેડ એનાલિસ્ટ રોહિત જયસ્વાલે કહ્યું કે ફિલ્મની વાર્તા અને તેના સ્ક્રીન પરના ફીલ્માંનક ખૂબ થાકેલા છે. વેલેન્ટાઇન ડે પર, યુવા થિયેટરમાં પહોંચ્યા અને આ ફિલ્મને એક વિકલ્પ તરીકે જોયો પરંતુ જ્યારે સમીક્ષાઓ બહાર આવી ત્યારે તે પ્રેક્ષકોને મળ્યો નહીં. રોહિત જયસ્વાલે આ ફિલ્મના પડવાના ઘણા કારણો આપ્યા છે.

આ પહેલીવાર છે જ્યારે કાર્તિક આર્યન અને સારા અલી ખાન એક સાથે પડદા પર જોવા મળ્યા છે. નિર્માતાઓએ પણ આ ફિલ્મની રજૂઆત માટે વેલેન્ટાઇન ડેની પસંદગી કરી હતી અને પહેલા જ દિવસે તે પ્રેક્ષકોને પકડવામાં પણ સફળ રહી હતી. આ ફિલ્મને વિવેચકોની મિશ્ર પ્રતિસાદ પણ મળી હતી અને ઘણા લોકો દ્વારા તેની ટીકા પણ કરવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.