મુંબઇ
જેની લાંબા સમયથી રાહ જોવાઇ રહી હતી તે ‘લવ સોનિયા’નું ટ્રેલર રીલીઝ કરવામાં આવ્યું છે. તબરેજ નૂરાનીની આ ફિલ્મ ચર્ચામાં છવાયેલી છે. આ ફિલ્મના ટ્રેલરમાં, તમને મનોજ બાજપાઇ, અનુપમ ખેર અને રાજકુમાર રાવ જેવા દિગ્ગજ અભિનેતા જોવા મળશે. આ ઉપરાંત, ટ્રેલરમાં ઋચા ચઢાની ભૂમિકા તદ્દન જુદી રીતે દર્શાવવામાં આવી છે.
આપને જણાવી દઈએ કે, આ ટ્રેલરની વાર્તા શરુ થાય છે એક 17 વર્ષની છોકરીથી થાય છે,જેને દેહવેપારમાં ધકેલવામાં આવે છે. આ છોકરી તેની બહેન સોનિયાને શોધી રહી છે.
જણાવીએ કે, સોનિયાની ભૂમિકા મૃણાલ ઠાકુર ભજવી રહી છે. જે તેની ડેબ્યુ ફિલ્મ કરી રહી છે. આ ફિલ્મમાં, મનોજ બાજપાઇ અને અનુપમ ખેર પણ મહત્વની ભુમિકામાં જોવા મળશે.ફિલ્મનું ટ્રેલર જોતા લાગે છે કે બંને નેગેટીવ રોલ્સમાં જોવા મળશે.
જુઓ ટ્રેલર..