મલાઇકા અરોરા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે ઇન્સ્ટાગ્રામ પર તેના ફોટા અને વીડિયો શેર કરતી રહે છે. મલાઈકાના ફોટા તેના ચાહકોને ખૂબ જ પસંદ આવે છે. પરંતુ ઘણી વખત તે પણ ટ્રોલ્સના નિશાના પર અવી જાય છે. હવે મલાઈકાએ ટ્રોલિંગના મુદ્દે પોતાનો અભિપ્રાય આપ્યો છે.
ટ્રોલિંગ પર શું બોલી મલાઈકા?
એક ઈન્ટરવ્યુમાં મલાઇકા અરોરાએ કહ્યું – મને આનાથી કોઈ ફર્ક નથી પડતો. ટ્રોલિંગ વગેરે ખૂબ જ દુખદ છે. મને લાગે છે કે સોશિયલ મીડિયા ખૂબ નકારાત્મક જગ્યા બની ગયું છે અને તે ખૂબ જ દુખદ છે. કોઈ પણ તેમના દિવસના અંતમાં નકારાત્મકતા જોવા માંગતો નથી. મને લાગે છે કે તમારે સકારાત્મકતા અને સુખ ફેલાવવી જોઈએ. લીકોનું કામ જ છે કહેવાનું. મને આ વધથી કોઈ ફર્ક નથી પડતો. લોકો ચોક્કસપણે કહેશે. હું જઈને કોઈનો હાથ પકડી નથી શકતી. જો લોકો સતત વાતો કરતા રહે છે, તો તેઓને વાતો કરવા દો.
આ સિવાય મલાઈકાએ ફિટનેસ અને ફેશન પર પણ વાત કરી હતી. તેણે કહ્યું- જ્યારે કોઈ કહે છે કે હું તંદુરસ્તી અને ફેશન પ્રેરણા છું, ત્યારે પ્રેશર ફિલ થાય છે. મને કોમ્પલિમેન્ટ ગમે છે. આવા ટેગ્સ તેમની સાથે કેટલીક જવાબદારીઓ લાવે છે. હું જે પણ કહું છું અને કરું છું, હંમેશા જવાબદારીની ભાવના રાખવાનો પ્રયત્ન કરું છું જેથી લોકો ગેરમાર્ગે દોરાય નહીં.
આપને જાણીએ કે મલાઈકા અરોરા આ દિવસોમાં અંગત જીવનને લઈને ચર્ચામાં છે. તે અર્જુન કપૂર સાથે રિલેશનશિપમાં છે. તે ઘણી વાર અર્જુન સાથે જોવા મળે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.