દિવાળીની ઘૂમ વચ્ચે મલાઇકા અરોરાએ તેના અભિનય સાથે સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી દીધી છે. દિવાળી પાર્ટી બાદ હવે મલાઈકા અરોરાનો એક વીડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં મલાઈકા ગ્રીન કલરની લાઈટની વચ્ચે ડાન્સ કરતી જોવા મળી રહી છે. આપને જણાવી દઈએ કે મલાઇકાની દિવાળીની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર ધૂમ મચી રહી છે.
આ વીડિયો મલાઇકા દ્વારા ખૂબ જ સુંદર કેપ્શન સાથે શેર કરવામાં આવ્યો છે – મારું અઠવાડિયું કેવી રીતે ગયું ખબર જ નથી પડી. દિવાળી સપ્તાહ પસાર કર્યા પછી, મને લાગે છે કે હવે ડિટોક્સ કરવાની જરૂર છે.
વર્ક ફ્રન્ટ વિશે વાત કરવામાં આવે તો મલાઇકા ઘણી વાર અર્જુન કપૂર સાથેના તેના અફેયરને કારણે હેડલાઇન્સમાં રહે છે. બંને હવે ખુલ્લેઆમ તેમના સંબંધો વિશે વાત કરે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.