Not Set/ મનમોહનસિંહ- સોનિયા ગાંધી ફિલ્મના સેટ પર ચા પીતા જોવા મળ્યાં

મુંબઇ, બોલીવુડ દિગ્ગજ એક્ટર અનુપમ ખેરે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે પૂર્વ પ્રધાનમંત્રી ડૉ. મનમોહન સિંહના કેરેક્ટરમાં જોવા મળી રહ્યા છે. અનુપમ ખેર મનમોહનસિંહ પાર બની રહેલી બાયોપિક ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મીનીસ્ટર માં પૂર્વ પીએમનો રોલ ભજવી રહ્યા છે. મનમોહન સિંહ પર બની રહેલી બાયોપિક ફિલ્મમાં અનુપમ ખેર […]

Uncategorized
hhb મનમોહનસિંહ- સોનિયા ગાંધી ફિલ્મના સેટ પર ચા પીતા જોવા મળ્યાં

મુંબઇ,

બોલીવુડ દિગ્ગજ એક્ટર અનુપમ ખેરે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે પૂર્વ પ્રધાનમંત્રી ડૉ. મનમોહન સિંહના કેરેક્ટરમાં જોવા મળી રહ્યા છે.

અનુપમ ખેર મનમોહનસિંહ પાર બની રહેલી બાયોપિક ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મીનીસ્ટર માં પૂર્વ પીએમનો રોલ ભજવી રહ્યા છે. મનમોહન સિંહ પર બની રહેલી બાયોપિક ફિલ્મમાં અનુપમ ખેર આબેહુબ તેમના જેવા જ દેખાઈ રહ્યા છે. બ્લુ રંગની પાધડી, સફેદ દાઢી અને શાંત સ્વભાવમાં જોવા મળતા મનમોહન સિંહની જેમ અનુપમ પણ વર્તન કરી રહ્યા છે.

અનુપમ ખેરની સાથે પૂર્વ કૉંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીના રોલમાં એકટ્રેસ સુજન બરનેટ જોવા મળે છે જે પણ આબેહૂબ સોનિયા ગાંધી જેવી લાગે છે.

સુજન ‘ચક્રવતી સમ્રાટ અશોક’ ટીવી શોમાં દાદીની ભુમિકા નિભાવી છે.બન્ને એક્ટરને જોઈને એવું લાગી રહ્યું છે કે જાણે સોનિયા ગાંધી અને મનમોહન સાથે બેસીને ચા પી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે, અનુપમ ખેરે ભૂતપૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહના જીવન પર આધારિત ફિલ્મ ‘ધ એક્સિડેન્ટલપ્રાઇમ મિનિસ્ટર’નું શૂટિંગ પૂર્ણ કરી લીધું છે.

તેમણ તેનો અંતિમ શોટ અનાઉન્સ કર્યો હતો. તેઓએ કહ્યુ કે ઇતિહાસ પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહનું મૂલ્યાંકન ક્યારેય ખોટું સ્વરૂપમાં નહીં કરે.

અનુપમે શુક્રવારે એક વીડિયો શેર કર્યો, જેમાં તે મનમોહન સિંહના લુકમાં ફિલ્મનું ક્લૅપબોર્ડ પકડીને પોઝ આપતા જોવા મળી રહ્યા છે. અનુપમ  છેલ્લા એક વર્ષથી આ ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા હતા.