મુંબઇ
સિંગર ગુરુ રંધાવાએ તેમની લોકપ્રિયતાના કારણે એક નવો રેકોર્ડ બનાવ્યો છે. ડિજિટલ પ્લેટફોર્મ યુટ્યુબ પર તેઓ સૌથી વધુ જોવાયેલ ભારતીય ગાયક બની ગયા છે અને YouTube ચેનલ્સ પર તેમને 300 મિલિયન કરતા પણ વધુ વ્યુઝ મળ્યા છે. આ ખુશી વ્યક્ત કરતી વખતે ગુરુ રંધાવાએ એક નિવેદન આપ્યું છે અને કહ્યું છે કે ફેન્સનો આભાર.
ગુરુ રુંધાવાના હિટ ગીતો જેમ કે ‘સુઈટ સુઈટ‘, ‘હાઇ રેટેડ ગબરૂ‘, ‘લાહોર‘ અને ‘બન જા તૂ મેરી રાની’ જેવા હીટ ગીતો આપ્યા છે. ગુરૂ રંધાવાએ કહ્યું હતું કે, “હું લોકોનો તેમના પ્રેમ અને સમર્થન માટે આભાર માનું છું.મને લાગે છે કે ભારતીય ઇતિહાસમાં કોઇ પણ ગાયકએ 300 મિલિયન વ્યુઝ પાર કર્યો હોય તેવો પહેલો બનાવ છે. વિશ્વભરમાં મારા સંગીતને સપોર્ટ આપનાર લોકો માટે હું આભારી રહીશ.
જુઓ વીડીયો..
ગુરુ રંધાવાની આ સફળતાની પાછળ ટી-સિરીઝના ચેરમેન ભૂષણ કુમારની અગત્યની ભૂમિકા છે. જેમને મ્યુઝિક ઇન્ડસ્ટ્રીઝમાં સિંગલ્સના ટ્રેંડ શરૂ કર્યું. તેમણે પ્રથમ 2015માં ‘પટોલા‘ ગીત માટે ગુરુને સાઈન કર્યા હતા.
ગુરુ રંધાવા સાથે પોતાના સંબંધો પર ભૂષણ કુમારે જણાવ્યું હતું કે, “તમારી કંપની સાથે સંકળાયેલી પ્રતિભા ઊંચાઈને સ્પર્શે ત્યારે તમને ગૌરવ અનુભવાય છે. ગુરૂ રંધાવાની સફળતાએ પ્રતિભાને આગળ લાવવાના મારા આત્મવિશ્વાસને મજબૂત બનાવ્યો છે. ગુરુના Instagram પર 5.2 મિલિયન ફોલોઅર્સ છે.