મુંબઈ,
સ્ટાર પ્લસ પર ટૂંક સમયમાં નવો શો કહાં હમ કહાં તુમ શરૂ થવા જઈ રહ્યો છે. ત્યારે આ શોને પ્રમોટ કરવા માટે સ્ટાર પ્લસે ખાસ આયોજન કર્યું છે. ડોક્ટર અને એક્ટરની લવ સ્ટોરી ધરાવતા આ ડેયલી સોપને પ્રમોટ કરવા માટે રિયલમાં પણ ડોક્ટર્સની મદદ લેવાઈ છે. મળતી માહિતી પ્રમાણે આ સિરીયલના સ્ટાર્સ દીપિકા કક્કડ અને કરણ ગ્રોવરની સાથે સાથે ડોક્ટર્સની એક ટીમ પણ શોનું પ્રમોશન કરશે.
મુંબઈમાં આ શોના પ્રમોશન માટે એક ખાસ ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ટેલીવિઝનના એક્ટર્સની સાથે મુંબઈના જાણીતા ડોક્ટર્સ ભેગા થઈને કહાં હમ કહાં તુમનું પ્રમોશન કરશે. આ કાર્યક્રમમાં અદા ખાન, રશ્મી દેસાઈ, તનાઝ કુર્રિમ, અલીશા પવાર હાજર રહેશે, તો મુંબઈના ટોચના સર્જન અમનદીપ ગુજરાલ, વિરલ દેસાઈ હાજર રહેશે.
આગામી શૉ ‘કહા હમ કહા તુમ’ બે જુદી-જુદી પરિસ્થિતિમાં જીવતા બે પાત્રોની વાર્તા છે, જે પોતાના વ્યસ્ત શેડ્યૂલની સાથે બે અલગ-અલગ વ્યવસાયો ધરાવે છે. એક પાત્ર એક્ટ્રેસ છે અને બીજું પાત્ર ડોક્ટર છે. શું તમને આનાથી કઈ સમજાયું? પ્રોડક્શનના એક નજીકના સૂત્ર મુજબ જાણવા મળ્યું કે આ ઑન-સ્ક્રીન લવ સ્ટોરી લોકપ્રિય કપલ માધુરી દીક્ષિત અને એમના પતિ શ્રીરામ નેનેના જીવન પર આધારિત છે, જ્યાં એક તરફ અભિનેત્રી અભિનયની દુનિયામાં વ્યસ્ત છે અને ત્યાં નેને સર્જન હોય છે જેમને કામથી બહાર જવાનું હોય છે, પરંતુ આટલા સંઘર્ષો છતાં તેઓ રોમાન્સને અકબંધ રાખવાની કોશિશ કરે છે.
ટેલીવિઝનના ઈતિહાસમાં પહેલી વખત બે જુદા જુદા ક્ષેત્રના દિગ્ગજો એક જ જગ્યાએ ભેગા થઈને કોઈ શોનું પ્રમોશન કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે કહાં હમ કહાં તુમ આ શો માધુરી દીક્ષીતની લવ સ્ટોરી પર આધારિત હોવાની પણ ચર્ચા છે. બન્નેની હાઈ પ્રોફાઈલ સંબંધિત કરિયરની સાથે માધુરી સૌથી પહેલા પોતાના સફળ કરિયરને પાછળ છોડીને, પોતાના પતિ માટે USAમાં શિફ્ટ થઈ ગઈ. હવે, ઈન્ડસ્ટ્રીમાં અભિનેત્રીના કરિયરની બીજી ઈનિંગ માટે શ્રીરામ પોતાના કરિયરને પાછળ છોડીને પોતાની પત્ની માટે ભારતમાં સેટલ થઈ ગયા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.