મુંબઈ
ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં બે અભિનેત્રીઓ વચ્ચેનો કોલ્ડવોર હંમેશાથી ચર્ચાનો વિષય રહેલો છે.અભિનેત્રીઓ એક ફિલ્મમાં સાથે કામ કરવાને લઈ કે પછી પોતાના કોઈ સાથી અભિનેતાને લઈ હંમેશા ઝઘડતી જોવા મળે છે.ત્યારે હાલ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એ ચર્ચાએ જોર પકડ્યુ છે કે અભિનેત્રી કૃતિ સેનન અને શ્રદ્ધા કપુર વચ્ચે કોલ્ડવોર ચાલી રહ્યો છે. બન્ને વચ્ચે ચાલી રહેલ આ કોલ્ડવોરનુ કારણ બોલીવુડ અભિનેતા સુશાંતસિંહ રાજપુત છે. સુત્રોના જણાવ્યા મુજબ સુશાંત અને કૃતિ વચ્ચે છેલ્લા કેટલાક સમયથી રોમાન્સ ચાલી રહ્યો છે. જોકે હજી સુધી બન્નેએ આ મામલે ખુલીને કોઈ વાત કરી નથી.
ત્યારે આ દરમિયાન એવા અહેવાલ સામે આવ્યા છે કે સુશાંતસિંહની આગામી ફિલ્મમાં તેની ઓપોઝિટમાં શ્રદ્ધા કપુરને કાસ્ટ કરવામાં આવી છે જેને લઈ કૃતિ સેનન નારાજ છે. તે સુશાંત અને શ્રદ્ધાની જોડીથી ખુશ નથી.જોકે, હજુ સુધી આ ફિલ્મના નિર્માતાઓ દ્વારા શ્રદ્ધા કપુરના નામ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરાઈ નથી. પરંતુ આ વાતને લઈ હાલ શ્રદ્ધા કપુર અને કૃતિ સેનન વચ્ચે કોલ્ડવોર ચાલી રહ્યુ હોવાના અહેવાલ સામે આવ્યા છે.
આપને જણાવી દઈએ કે, ગત વર્ષે ફિલ્મ “રાબતા”માં સુશાંત અને કૃતિ સેનન સાથે નજરે પડ્યા હતા. આ ફિલ્મના શુટિંગ દરમિયાન જ તેમની વચ્ચે પ્રેમ પાંગર્યો હોવાનુ ચર્ચાઈ રહ્યુ છે.