Not Set/ ઠીક ઠીક ઓપનીંગ રહ્યું સુરમા ફિલ્મનું

અમદાવાદ દિલજીત દોસાંજા અને તાપસી પન્નુની ફિલ્મ ‘સુરમા’ પહેલા જ દિવસે બોક્સ ઓફિસ પર ખાસ કમાણી કરી નથી. 13 જુલાઈએ રિલીઝ થયેલી આ ફિલ્મ, પ્રથમ દિવસે રૂ 3 કરોડ 25 લાખ એકત્રિત કરવામાં સફળ રહી છે. ‘સુરમા’ ભારતીય હૉકી ખેલાડી સંદીપ સિંહના જીવન પર આધારિત ફિલ્મ છે. આ ફિલ્મ શાદ અલી દ્વારા નિર્દેશિત કરવામાં આવી છે. આપને જાણવી દઈએ કે, આ ફિલ્મના આંકડા જાણીતા ટ્રેડ એનાલીસ્ટ તરણ આદર્શે […]

Uncategorized

અમદાવાદ

દિલજીત દોસાંજા અને તાપસી પન્નુની ફિલ્મ ‘સુરમા’ પહેલા જ દિવસે બોક્સ ઓફિસ પર ખાસ કમાણી કરી નથી. 13 જુલાઈએ રિલીઝ થયેલી આ ફિલ્મ, પ્રથમ દિવસે રૂ 3 કરોડ 25 લાખ એકત્રિત કરવામાં સફળ રહી છે. ‘સુરમા’ ભારતીય હૉકી ખેલાડી સંદીપ સિંહના જીવન પર આધારિત ફિલ્મ છે. આ ફિલ્મ શાદ અલી દ્વારા નિર્દેશિત કરવામાં આવી છે.

આપને જાણવી દઈએ કે, આ ફિલ્મના આંકડા જાણીતા ટ્રેડ એનાલીસ્ટ તરણ આદર્શે રજૂ કર્યા છે. તરણે લખ્યું છે કે સવારે શોમાં ધીમી શરૂઆત પછી, સાંજ સુધી સૂરમાએ મોમેન્ટમ પકડી લીધું હતું… શનિવાર અને રવિવારના બિઝનેસમાં તેજી જોઇ શકાય છે.વર્ડ ઓફ માઉથ પબ્લિસિટીમાં પણ ફિલ્મ ઠીક બીઝનેસ કરી રહી છે.

તરણે પણ કહ્યું હતું કે દિલજીત દોસાંજાના ચાહકો ઉત્તર ભારતમાં વધારે હોવાને કારણે એ તરફ ફિલ્મનો બિસનેસ  સારો રહ્યો છે.

ફિલ્મની વાર્તા વિશે વાત કરીએ તો  ફિલ્મની વાર્તા 1994થી શરૂ થાય છે. શાહબાદ ગામમાં, સંદિપ સિંહ (દિલજીત દોસાંજા) તેમના મોટા ભાઇ વિક્રમજિત સિંહ (અંગદ બેદી), પિતા (સતીષ કૌશિક) અને માતા સાથે રહે છે. બન્ને બાળપણમાં હોકી રમવા માટે જાય છે, પરંતુ કોચની વર્તણૂકથી નાખુશ થયા પછી સંદીપ હોકી રમવાનું છોડે છે. હરપ્રીત ઇચ્છે છે કે સંદીપ દેશ માટે હોકી રમશે અને વર્લ્ડકપમાં ભાગ લે. એ પછી સંદીપ હોકી રમવાનું શરૂ કરે છે..જો કે એ પછી શું થાય છે તે માટે તમારે આ ફિલ્મ જોવી રહી..