મુંબઇ,
બોલિવૂડ અભિનેત્રી શ્રદ્ધા કપૂરના 32 માં જન્મદિવસ પર ‘સાહો’નું બીજું ટીઝર રિલીઝ થયું. 1.2 મિનિટનો આ વીડીયોમાં સૌથી આકર્ષક એક્શન સિક્વન્સની ઝલક જોવા મળી રહી છે જે બઘી જ બાજુથી ગોળીબાર સાથે શરૂ થાય છે.
આ વીડીયોમાં શ્રદ્ધા કપૂરનો એક્શન અવતાર રજૂ કરવામાં આવ્યો છે અને પૈન-ઇન્ડિયાના સુપરસ્ટાર પ્રભાસ સુપર-સ્ટાઇલિશ લુકમાં જોવા મળી રહ્યા છે. શેડ્સ ઑફ સાહોના બીજા અધ્યાય દ્વારા નિર્માતાઓએ ફિલ્મમાં જોવા મળી રહેલા દામદાર એક્શનની ઝલક શેર કરી છે જ્યાં ‘સાહો’ની ટીમએ ઇન્ડસ્ટ્રીની સૌથી વધુ ખર્ચાળ અને બહુ કરોડો એક્શન દૃશ્યોમાંથી એકને અંજામ આપ્યો છે.
આ પહેલાં 23 ઑક્ટોબરે પ્રભાસના જન્મદિવસ પર શેડ્સ ઓફ સાહોનું પહેલું પણ એક ટીઝર રિલીઝ થયું હતું. સાહોમાં પ્રભાસ અને શ્રદ્ધા કપૂર ઉપરાંત, નીલ નિતિન મુકેશ, જેકી શ્રોફ, મંદિરા બેદી, મહેશ માંજરેકર અને ચંકી પાન્ડેએ મનોરંજનનો તડકા લગાવતા જોવા મળશે.
ગુલશન કુમારની ટી-સીરીઝ અને ભૂષણકુમાર અને યુવી ક્રિએશન પ્રોડક્શન દ્વારા પ્રસ્તુત સાહો સુજીત દ્વારા નિર્દેશિત છે અને વામસી, પ્રમોદ અને વિક્રમ દ્વારા નિર્મિત છે. અહેવાલ મુજબ, આ ઍક્શન એન્ટરટેનર ફિલ્મ આ વર્ષે 15 ઑગસ્ટ પર રિલીઝ થશે.