Not Set/ ગીનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં મોકલવામાં આવશે પીહુ, અહીં જાણો કારણ

મુંબઇ, જે ફિલ્મના ટ્રેલરને પાંચ મિલિયનથી પણ વધુ વખત નિહાળવામાં આવ્યુ હોય તેને લઈને દર્શકોની ઉત્સુક્તા તો બને જ છે. નેશનલ એવોર્ડથી સમ્માનિત ફિલ્મ મેકર વિનોદ કાપડીની આગામી ફિલ્મ પીહુ અત્યારે ખૂબ જ ચર્ચાનો વિષય બની છે. પ્રોડ્યુસર આ ફિલ્મને લઈને ગિનેસ બુક સાથે વાત કરી રહ્યા છે. આ ફિલ્મ16 નવેમ્બરના રોજ રીલીઝ થવાની છે […]

Uncategorized
pihu 03 1 e1540898847485 ગીનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં મોકલવામાં આવશે પીહુ, અહીં જાણો કારણ

મુંબઇ,

જે ફિલ્મના ટ્રેલરને પાંચ મિલિયનથી પણ વધુ વખત નિહાળવામાં આવ્યુ હોય તેને લઈને દર્શકોની ઉત્સુક્તા તો બને જ છે. નેશનલ એવોર્ડથી સમ્માનિત ફિલ્મ મેકર વિનોદ કાપડીની આગામી ફિલ્મ પીહુ અત્યારે ખૂબ જ ચર્ચાનો વિષય બની છે. પ્રોડ્યુસર આ ફિલ્મને લઈને ગિનેસ બુક સાથે વાત કરી રહ્યા છે.

આ ફિલ્મ16 નવેમ્બરના રોજ રીલીઝ થવાની છે અને સાથે જ એવા પણ અહેવાલ સામે આવ્યા છે કે પીહુને ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડસમાં મોકલવાની તૈયારી થઈ રહી છે. આ ફિલ્મને રોની સ્ક્રુવાલા અને સિદ્ધાર્થ રોય કપુર દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી છે.

vinod

પીહુ એ કેટલીક ફિલ્મો પૈકીની એક છે જેનો વધુ પડતો ભાગ એક જ પાત્રની આસપાસ ફરે છે અને એ પાત્રમાં બે વર્ષની બાળકી છે. આ ફિલ્મને એટલે ગીનેસ બુકમાં મોકલવામાં આવશે કેમકે સમગ્ર ફિલ્મમાં એક જ પાત્ર છે અને તે પણ બે વર્ષની છોકરીનું.

Pihu

હાલમાં જ વિનોદ કાપડીની ફિલ્મ પીહુનું ટ્રેલર રીલીઝ કરવામાં આવ્યુ હતું. ફિલ્મના ટ્રેલરના દરેક દ્રશ્યને નિહાળતા રુંવાટા ઉભા થઈ જાય તેમ છે. લોકોએ પણ આ ટ્રેલરને ખૂબ પસંદ કર્યુ છે અને ફિલ્મના આતુરતાથી રાહ જાઈ રહ્યા છે. ફિલ્મમાં બે વર્ષની બાળકી પીહુનું પાત્ર માયરા વિશ્વકર્માએ ભજવ્યુ છે.

Vinod Kapri