મુંબઇ,
પ્રભાસની આવનારી મોટી ફિલ્મ ‘સાહો’ એક ત્રિભાષી ફિલ્મ છે જેમાં અભિનેતા દમદાર એક્શન પેક અવતારમાં જોવા મળશે. આવશે. પ્રભાસ જે પોતાના બ્લોકબસ્ટર ફિલ્મ બહુબલી પછી એક જાણીતુ નામ બની ગયું છે, હવે તે સાહો સાથે બોલિવૂડમાં શરૂઆત કરવા માટે તૈયાર છે.
બાહુબલીના વિરુદ્ધ, સાહોને ડબ નહીં પરંતુ હિન્દી સહિત ત્રણ અલગ અલગ ભાષાઓમાં શૂટ કરવામાં આવશે. આ પ્રભાસની પ્રથમ બોલિવૂડ ફિલ્મ હશે અને દર્શક તેને મોટા પડદા પર જોવા માટે આતુર છે.
ભારતમાં સૌથી વધુ ફેવરેટ હીરોમાંના એક પ્રભાસના પ્રશંસકો દેશભરની સાથે સાથે સમગ્ર વિશ્વમાં ફેલાયેલ છે. બાહુબલી સ્ટારએ પોતાની ફિલ્મ બાહુબલી: ધ બિગીનિંગની રિલીઝ પછી લોકોના દિલમાં પોતાની જગ્યા બનાવી અને બાહુબલીના બીજા ભાગ પછી પ્રભાસ વધુ લોકપ્રિયતા અને સ્ટારડમ પ્રાપ્ત કરવામાં મદદરૂપ સાબિત થયું.
પ્રભાસે પોતાના જન્મદિવસની સવારે ફેસબુક પર એક વિશિષ્ટ વીડીયો રિલીઝ કર્યો હતો અને તેની આગામી ફિલ્મ ‘સાહો’ ની ઝકલ શેર કરી હતી. વીડીયોના રિલીઝ પછી તરત જ, દેશભરની સાથે સાથે વિદેશી પ્રશંસકો વચ્ચે વાયરલ થઇ હતો કારણ કે દરેકને પોતાના મનપસંદ સુપરસ્ટારને જોવા માટે આતુર હતા. સાહોને દેશ અને વિદેશમાં સુંદર સ્થાનો પર ફિલ્માવામા આવી રહી છે.