મુંબઇ,
બોલિવૂડ અભિનેત્રી અને ભવિષ્યની દુલ્હન પ્રિયંકા ચોપરાએ પોતાની પિતરાય બહેન પરિણીતી ચોપરા, ઇશા અંબાણી અને ‘ગેમ ઓફ થ્રોન્સ’ અભિનેત્રી સોફી ટર્નર સહિત ઘણા લોકોની સાથે બેચલર પાર્ટી માનવી હતી.
પ્રિયંકા ચોપરાએ બેચલર પાર્ટીના ઘણા ફોટા સોશિયલ મીડિયામાં શેર કર્યા હતા. તેમના એક ફોટામાં પ્રિયંકા શોર્ટ સફેદ ડ્રેસમાં જોવા મળી રહી છે અને કેપ્શન આપ્યું છે “ફેદરવેટ ચેપિયન ઓફ ધ વલ્ડ”
બીજી તસ્વીરમાં પ્રિયંકા તેની બધી બ્રાઈડ્સમેડ રેડ રંગના કપડામાં જોવા મળી રહી છે. આ તસ્વીરના કેપ્શનમાં લખ્યું “લાલ,સફેદ અને દુલ્હન” આ તસ્વીરમાં પરિણીતી ચોપરા, સોફિ ટર્નર, નતાશા પાલ અને ઈશા અંબાણી જોવા મળી રહી છે.
ત્રીજા ફોટામાં સોફિ ટર્નર અને પ્રિયંકા સ્લીપ માસ્ક પહેરીને કાઉચ પર બેઠી છે. આ માસ્ક પર ‘હંગઓવર’ લખ્યું છે.
પરિણીતીએ ઇપને ઈન્સ્ટાગ્રામ પેજ પર સમૂહનો ફોટો શેર કર્યો છે. જેમાં તેને લખ્યું કે ” રેડ, વ્હાઈટ એન્ડ બ્રાઈડ” આનું હેશટેગ લખ્યું છે કે “પીસી ની બેચરલ”
ડિસેમ્બર મહિનામાં રાજસ્થાનના મેહરાનગઢ કિલ્લામાં પ્રિયંકા અને નિક લગ્ન કરવા જઈ રહ્યાં છે.