મુંબઇ,
પ્રિયંકા અને નિક જોનસે ધામધૂમથી મેરેજ કર્યા બાદ હવે તેઓ હનીમૂનની રોમેન્ટિક પળો સ્વિટઝરલેન્ડમાં માણી રહ્યાં છે.હનીમૂન માણી રહેલા આ પ્રેમી પંખીડા એકબીજા પ્રત્યેનો પ્રેમ દર્શાવવાની એક પણ તક છોડતા નથી.નિક જોનસે તેના ઇન્સ્ટાગ્રામ પર એક વીડિઓ શેર કર્યો છે.આ વીડિયોમાં પ્રિયંકા અને નિક એકબીજાને કિસ કરતા જોવા મળી રહ્યાં છે.
જુઓ, પ્રિયંકા અને નિકની કિસ
નિક જોનસે તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર જે પોસ્ટ શેર કરી છે તેમાં પ્રિયંકા અને નિક ન્યૂ યર સેલિબ્રેશનના મૂડમાં જોવા મળી રહ્યા છે. નિક તેની પત્ની પ્રિયંકાને કિસ કરતો જોવા મળી રહ્યો છે.બંને યુગલ કોઈ ન્યૂ યર સેલિબ્રેશનને માણી રહ્યું છે.
એવું પણ જાણવા મળી રહ્યું છે કે પ્રિયંકા અને નિક સ્વિત્ઝરલેન્ડના વેકેશન બાદ તેઓના હોલિવૂડના ફેન્સ માટે વધુ એક રિસેપ્શનનું આયોજન કરશે