મુંબઇ,
પ્રિયંકા ચોપરા અને નિક જોનસના લગ્ન એક ટ્રેન્ડીંગ વિષય બની રહ્યો છે. લગ્નની રસ્મો પણ શરૂ થઈ ગઈ છે. રસ્મોમાં એક ખાસ ઇવેન્ટનું પણ યોજવામાં આવો છે. દુલ્હા અને દુલ્હન પક્ષના વચ્ચે ક્રિકેટ મેચ થશે.
એક વેબસાઈટના અહેવાલ અનુસાર શનિવારે વર અને વધુના પરિવારના વચ્ચે ક્રિકેટ મેચ રમવામાં આવશે. ‘P’ અને ‘N’ નામની બે ટીમ બનાવામાં આવશે. મેચ દરમિયાન કપલ કેમિયો રોલમાં જોવા મળશે.
પ્રિયંકા ચોપરાનું કન્યાદાન..
રિપોર્ટ્સનું માનવામાં આવે તો પ્રિયંકાની કઝિન પરિણીતી ચોપરાના માતા-પિતા રીના અને પવન ચોપરા કન્યાદાનની રસ્મ નિભાવશે.પવન ચોપરા પી.સીના સ્વર્ગીય પિતા અશોક ચોપરાના નાં ભાઈ છે. જણાવી દઈએ કે વર્ષ 2013માં પ્રિયંકાના પિતાનું નિધન થઇ ગયું હતું.
પ્રિયંકા-નિકના લગ્નમાં આવેલ મહેમાનોને માનવો પડશે આ નિયમો..
મહેમાનો તેમના સાથે મેરેજ વેન્યુ પર કેમેરો કે મોબાઇલ ફોન લઈ જઈ શકશે નહીં અને તેઓનો ફોન લઈને તેઓને એક ટોકન નંબર આપવામાં આવશે, જેના આધારે કે તેઓ લગ્નની તમામ વિધિઓ પૂર્ણ થાય તે પછી તેઓ તેમનો ફોન પાછો મેળવી શકે. લગ્ન દરમિયાન મહેમાનોને એક કેમેરા વગરનો મોબાઇલ ફોન આપવામાં આવશે, જેનો ઉપયોગ તેઓ લગ્ન દરમિયાન કરી શકે છે.
વર્કર્સને લગ્ન દરમિયાન તેમના ગળામાં ઓળખપત્ર લગાવી રાખવું પડશે. તે સ્પષ્ટપણે દેખાવું જોઈએ કે આ કાર્સ ફક્ત ક્રૂ અને સુરક્ષા કર્મચારીઓ માટે રહેશે. તે બીજા કોઈને આપી શકાય નહીં. જો અથોરીટી ઇચ્છે તો તે તેને પાછું લઈ શકે છે
સંગીત સેરેમનીમાં પહોંચ્યા આ મહેમાનો…
આ લગ્નમાં શરીક થવા માટે શુક્રવારે ઘણા વીવીઆઈપી મહેમાનો જોધપુર પહોંચ્યા હતા. પ્રિયંકાના મહેમાન લિસ્ટમાં દેશ અને વિદેશી બંને મહેમાનોનો સમાવેશ થાય છે. શુક્રવારે, સલમાન ખાનની નાની બહેન અર્પિતા તેના પુત્ર આહીલ સાથે જોધપુર પહોંચી હતી. અર્પિતા પછી, જાણીતા મેક અપ મેન મિકી કોન્ટ્રૈક્ટર પણ જોધપુર પહોંચ્યા. જ્યારે મિકીએ પ્રિયંકાને પૂછ્યું કે તે પ્રિયંકાને કેવી રીતે તૈયાર કરશે, ત્યારે તે કહેતો હતો કે તમે લોકો તેને જોતા રહી જશે. આ સિવાય જાણીતી સિંગર માનસી સ્કોટ પણ આ લગ્નમાં શામિલ થયા જોધપુર પહોંચ્યા હતા. માનસી સાથ્ગે તેમની ટીમ પણ અહીં આવી છે. જે આ લગ્નમાં પરર્ફોમ કરશે.
લગ્ન વિશે વાત કરવામાં આવે તો, 2 ડિસેમ્બર, 2018 ના રોજ, બંને કલાકારો એકબીજા થઇ જશે. પ્રિયંકા-નિક ક્રિશ્ચિયન અને હિંદુ રિવાજો સાથે લગ્ન કરશે. જો અહેવાલો માનવામાં આવે તો, તેઓ એક દિવસે બંને રીવજોથી લગ્ન કરશે.વહેલી સવારે ક્રિશ્ચિયન રિવાજો સાથે લગ્ન કર્યા પછી એ સાંજે લગ્ન હિન્દુ રિવાજ સાથે લગ્નના તાંતણે બંધાશે.