મુંબઈ
પ્રિયંકા ચોપરા અને નિક જોનસ તેમના રિલેશનશિપને લઈને સતત ચર્ચાનો વિષય બનેલા છે. થોડા દિવસ પહેલા બંને સગાઇ કરી અને બંનેના લગ્નની અફવાઓ ફેલાવા લાગી હતી. હવે આ અફવાઓ પર ફૂલસ્ટોપ જોવા મળી રહ્યું છે. તાજેતરના રિપોર્ટ્સ અનુસાર પ્રિયંકા અને નિક જલ્દી જ લગ્ન કરશે.
એક વેબસાઈટ અનુસાર 2 ડીસેમ્બરે પ્રિયંકા અને નિક લગ્નના બંધનમાં બંધાય જશે. મેરેજનું સેલિબ્રેશન જોધપુરમાં ત્રણ દિવસ સુધી કરવામાં આવશે. આ સમારોહ 30 ડીસેમ્બરથી 2 ડીસેમ્બર સુધી ચાલશે.
પ્રિયંકા ચોપરા અને નિક જોનસ જોધપુરના આલીશાન મહેલ ઉમ્મેદ પેલેસમાં લગ્ન કરશે. મળતી માહિતી અનુસાર નિક લગ્નની તૈયારીઓ માટે ઇન્ડિયા આવી ચુક્યા છે. બંને જાતે તેમના લગ્નની જગ્યા પસંદ કરી છે.
બંને ઘણા સમયથી સાથે સારો સમય પસાર કરી રહ્યા છે. નિક ઘણીવાર ભારતમાં પ્રિયંકાના સાથે ક્યારે ડેટ પર તો ક્યારે રમતના મેદાનમાં સપોર્ટ કરી ચુક્યા છે.
આ સિવાય નિકના બર્થ-ડે પર એક શો દરમિયાન પ્રિયંકાએ નિકને કિસ કરવા વાળો વીડીયો પણ ખુબ જ વાયરલ થયો હતો.
થોડા દિવસ પહેલા પ્રિયંકા ચોપરા અને નિક જોનસ જોધપુર ગયા હતા આ સમય દરમિયાન અટકળો કરવામાં આવી હતી કે બંને તેમના લગ્નના વેન્યુ જોવા માટે જોધપુર ગયા. પરંતુ સમાચાર માત્ર એક અફવા હતી. પછીથી બહાર આવ્યું કે પ્રિયંકા-નિક જોધપુર લગ્નની તૈયારી માટે નહીં પરંતુ તેમના મિત્રના જન્મદિવસના સેલિબ્રેશન માટે ગયા હતા.