મુંબઈ,
બોલીવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા હાલમાં એમની લવ લાઈફને લઇને ચર્ચામાં છે. છેલ્લા થોડા સમયથી પ્રિયંકા સતત અમેરિકી સિંગર નીક જોનસ સાથે નજરે ચડી રહી છે. બંને સેલેબ્રીટી થોડા સમયથી ડેટ કરી રહ્યા છે. હાલમાં બંનેએ એમની રીલેશનશીપને જાહેરમાં દર્શાવી હતી. પ્રીત્યંકા શુક્રવારે નીક સાથે ભારત આવી છે.
મુંબઈ એરપોર્ટ પર બંનેની ફક્ત એક હલકી ઝલક કેમેરામાં કૈદ થઇ શકી હતી. પાપારાઝીઓને અહી નિરાશા સાંપડી હતી કારણકે લોસ એન્જેલસમાં પ્રિયંકા અને નીક હમેશા કેમેરા સામે પોઝ આપતા હતા. પરંતુ અહી એવું થયું નહતું. પ્રિયંકા એરપોર્ટ પરથી જ ગાડીમાં બેસીને રવાના થઇ ગઈ હતી.
એવી ખબરો મળી છે કે પ્રિયંકા પોતાના નવા બંગલામાં એક ધમાકેદાર પાર્ટી કરવાની છે. અહી અભિનેત્રી નીક જોનસનો એની ફેમીલી અને દોસ્તો સાથે પરિચય કરાવશે. પ્રિયંકાએ જ્યાં પાર્ટીની પ્લાનિંગ કરી છે એ પ્રોપર્ટીની કિંમત લગભગ 100 કરોડથી પણ વધારે છે.
જણાવી દઈએ કે પ્રિયંકા થોડા દિવસો પહેલા જ નીકની ફેમીલીને મળી હતી. એક ફેમીલી ફંકશનમાં નીક અને પ્રિયંકા એકબીજાનો હાથ પકડીને પહોચ્યા હતા.
રીપોર્ટસ મુજબ પ્રિયંકા ચોપરા અને નીક જોનસની મુલાકાત અમેરિકી ટીવી શો કવાંટીકોના સેટ પર એક કોમન ફ્રેન્ડ દ્વારા થઇ હતી. ગયા વર્ષે પહેલી વાર આ કપલ મેટ ગાલા ઇવેન્ટમાં રેડ કાર્પેટ પર સાથે જોવા મળ્યા હતા.
જણાવી દઈએ કે ગયા વર્ષે ડીસેમ્બરમાં જુમાંન્જી : વેલકમ ટુ ધ જંગલના પ્રચાર દરમિયાન નીકે ભારત આવવાની ઈચ્છા દર્શાવી હતી.